Western Times News

Gujarati News

વાણી અને અપારશક્તિએ ‘બદતમીઝ ગીલ’ શરૂ કરી

મુંબઈ, અપારશક્તિ ખુરાના ચુનંદા પ્રોજેક્ટ પર જ કામ કરવા માટે જાણીતો છે, ત્યારે હવે તેણે વાણી કપૂર, પરેશ રાવલ અને શીબા છાબડા સાથે કોમેડી ડ્રામા ‘બદતમીઝ ગીલ’નું શૂટીંગ શરૂ કર્યું છે.

ફેન્સને અપારશક્તિ વધુ એક યુનિક રોલમાં જોવા મળશે, જેમાં વિચિત્ર પ્રકારના ગીલ ફેમિલીની સ્ટોરી છે. અપારશક્તિ આ ફિલ્મમાં પરેશ અને શીબાના દીકરાનો રોલ કરી રહ્યો છે, જ્યારે વાણી તેમની દિકરીનો રોલ કરશે. નવજોત ગુલાટી દિગ્દર્શિત આ ફિલ્મ બરેલી અને લંડનમાં શૂટ થશે. આ ઉપરાંત અપારશક્તિ ફરી એક વખત હોરર કોમેડી ‘સ્ત્રી-૨’માં જોવા મળશે.

ત્યાર બાદ તેની ‘બર્લિન’ આવશે, જેમાં તે એક બહેરા અને મૂંગા સ્પાયની ભૂમિકામાં છે. તેમજ તે એક ડોક્યુમેન્ટ્રી પણ કરી રહ્યો છે, ‘ફાઇન્ડિંગ રામ’.જો વાણીની વાત કરીએ તો તે છેલ્લે શમશેરામાં રણબીર કપૂર સાથે દેખાઈ હતી. આ પહેલાં તે આયુષ્યમાન ખુરાના સાથે ‘ચંદીગઢ કરે આશિકી’માં એક ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળી હતી.

‘બદતમીઝ ગીલ’ નિક્કી ભગનાની અને વિક્કી ભગનાની, અંકુર તકરાણી અને વિનય અગ્રવાલ તેમજ અક્ષદ ઘોને દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ત્યારે નિક્કી અને વિક્કીએ વાણી વિશે વાત કરતાં કહ્યું હતું કે, “વાણી અમારી પહેલી અને એક માત્ર ચોઈસ હતી. તે આ રોલ માટે દરેક રીતે પરફેક્ટ છે.

આ ફિલ્મમાં તે એક બિલકુલ અલગ ભૂમિકામાં જોવા મળશે. આ રોલ તેને ધ્યાનમાં રાખીને જ લખાયો હતો કારણ કે તેણે માત્ર કામેડી જ નહીં પણ દરેક પ્રકારના રોલ કર્યાં છે.” આ રોલ માટે વાણીની જ પસંદગી વિશે તેમણે કહ્યું કે,“અમારે એક ગોર્જિયસ, કોન્ફિડન્ટ છોકરી જોઈતી હતી જે પોતાના પરિવાર અને મિત્રો માટે ધમાલ કરી શકે. વાણી રીયલ લાઇફમાં પણ એવી જ છે.

અમે તેને મળ્યા ત્યારથી નક્કી હતું કે અમને અમારી લીડ એક્ટર મળી ગઈ છે. તે દર્શકોને પણ એટલી જ મજા કરાવશે.” આ ફિલ્મ બાદ વાણી નેટફ્લિક્સ પર એક ક્રાઇમ થ્રિલર સ્ટોરી પર પણ કામ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.