Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાં હીટવેવ વોર્ડ શરૂ કરાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધતા લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. પરંતું થોડા દિવસથી ગરમીમાં રાહત મળી છે. પરંતું આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે. જેને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

આ વોર્ડમાં હીટસ્ટ્રોકની અસર થયેલા દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને ચક્કર આવે, ઉલ્ટી થાય, આંખો સામે અંધારપટ છવાઈ જાય, ગભરામણ થાય તે તમામ લોકોએ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. કેમકે તેઓને હીટસ્ટ્રોકની અસર થવાની શક્યતાઓ વધારે છે.

આ સમગ્ર બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ર્ડા. રાકેશ જોશીએ જણાવ્યું કે, ગરમીનાં દિવસોમાં લોકોએ ઘરની બહાર નીકળે છે. ત્યારે તાપમાનનો પારો વધુ હોવાનાં કારણે અને પુરતા પ્રમાણમાં પાણી નહી પીવાનાં કારણે ઘણા લોકો હીટસ્ટ્રોકનો ભોગ બને છે.

આવી દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. આવા લોકોને પ્રાથમિકતા આપી તેઓને સારી સારવાર મળી રહે તે માટે આ વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

વધુમાં સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક ર્ડા. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે તેઓનાં પરિવારજનો પણ આવે છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઓપીડીમાં દર્દીઓ આવે છે. તેમજ તેઓને લાઈનમાં ઉભા રહી રાહ જોવી પડે છે. એવા દર્દીઓનાં પરિવારજનો માટે ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં જ્યાં દર્દીઓનાં સગા ઉભા હોય તેઓને હોસ્પિટલનાં સ્ટાફ તરફથી પીવાનું પાણી આપવામાં આવે છે.

તેમજ ત્યાં કૂલર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને એવો ડર હોય છે કે તેઓ લાઈનમાંથી ખસીને પાણી પીવા જશે તો તેઓનો વારો જતો રહેશે જેથી ઘણા દર્દીઓનાં સગા વ્હાલાઓ પાણી પીવા પણ જતા નથી. જે સમસ્યાનાં નિરાકરણ માટે ટ્રોલીમાં પાણી ભરીને લાઈનમાં ઉભેલા દર્દીઓનાં સગા-વ્હાલાને પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હીટવેવને લઈ સિવિલ હોસ્પિટલનાં અધ્યક્ષ ર્ડા. રાકેશ જોશીએ લોકોને સલાહ આપી હતી કે હાલમાં ગરમીની સીઝન ચાલતી હોઈ બપોરે ૧૨ વાગ્યા થી લઈ સાંજે ચાર વાગયા સુધી તડકો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.