Western Times News

Gujarati News

રાજ્યમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે ખેતીને મોટું નુકસાનઃ પાંચના મોત

મહેસાણા, મહેસાણા જિલ્લામાં વિસનગર, ઊંઝા, કડી અને વિજાપુરમાં ઝાપટાં પડ્યાં હતાં. સૌથી વધુ બહુચરાજી અને રાધનપુરમાં એક ઇંચ અને હારિજમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે બાજરી, મગ, અજમો, મગફળનાં પાકનું મોટું નુકસાન થયું છે.

મધ્યપ્રદેશ પર સર્જાયેલા ચક્રવાતના કારણે ઉ.ગુ.માં ૩૯ કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયા બાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ચાલુ સાલે ૪.૨૮ લાખ હેક્ટરમાં થયેલું વાવેતર કાપણીના આરે પહોંચ્યું છે.

ત્યારે વરસાદ થતાં ખેડૂતો કાપણી કરેલા પાકને બચાવવા દોડતાં થયા હતા. બાજરી, મગ, અજમો અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, ૧.૯૮ લાખ હેક્ટરમાં બાજરી, ૩૨૦ હેક્ટરમાં મગ, ૩૪૩૦૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ ઉત્તર ગુજરાતમાં સોમવારે ગરમી બે ડિગ્રી સુધી ઉચકાતાં મુખ્ય ૫ શહેરોમાં ગરમીનો પારો ૪૧ થી લઇ ૪૨.૮ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.

૪૨.૮ ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવાની સાથે ઉત્તર ગુજરાતમાં સીઝનની સૌથી ઊંચી ગરમીનો રેકોર્ડ બન્યો હતો. બપોર સુધી કાળઝાળ ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પ્રતિ કલાકે ૩૯ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં ધૂળની આંધી ઉઠતાં આંખો ખોલવી મુશ્કેલી બની હતી. સાંજના ૪ થી રાત્રે ૮ સુધીના ૪ કલાકમાં ૧૮ તાલુકામાં નોંધણી લાયક વરસાદ પડ્યો હતો.

જેમાં સૌથી વધુ બહુચરાજી અને રાધનપુરમાં એક ઇંચ અને હારિજમાં પોણો ઇંચ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં વિસનગર, ઊંઝા, કડી અને વિજાપુરમાં ઝાપટાં પડ્યાં હતાં. મધ્યપ્રદેશ ઉપર બનેલા ચક્રવાતની અસર ઉત્તર ગુજરાતમાં ૧૭ મે સુધી રહી શકે છે. રાજ્યમાં ગઇકાલથી ફૂંકાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં રીતસરની તારાજી સર્જાઈ હતી.

વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના મોત થયા છે. તેમા એકલા ત્રણના મોત તો નર્મદા જિલ્લામાં જ થયા હતા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના બે ગામોમાં વીજળી પડતા બે બાળકો સહિત ત્રણના મોત થયા હતા. દાભવણ ગામે વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. બેને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કુકરદા ગામે પણ વીજળી પડતા એકનું મોત થયું હતું. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. અરવલ્લીમાં બાઇક સવાર પર વીજળી પડતાં તેનું મોત થયું હતું.

ખેતરમાં મહિલા પર વીજળી પડતા મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડતા કેટલાક પશુઓના મોત થયા હતા. ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.