ડાન્સર યુવતી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/AHM-woman-1024x1085.jpg)
ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતીની ધરપકડ
અમદાવાદ, અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર ટાઉનશીપમાંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી હતી.
યુવતીનો બોયફ્રેન્ડ પણ દારુ સાથે ઝડપાયો હતો. અમદાવાદ સહિત ગુજરાતભર માં ડ્રગ્સ નું પ્રમાણ વધી રહ્યું છે. જોકે ડ્રગ્સની બદીને ડામવા પોલીસ પણ એટલી જ સક્રિય છે. અમદાવાદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતીની ધરપકડ કરી છે. યુવતીના મિત્ર પાસેથી પોલીસને દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર ટાઉનશીપમાંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી હતી. યુવતીનો બોયફ્રેન્ડ પણ દારુ સાથે ઝડપાયો હતો. આમ એસઓજીની ટીમે બંનેને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવતી પકડાઈ છે અમદાવાદ એસ.ઓ.જી પોલીસ દ્વારા નરોડા વિસ્તારના હંસપુરામાં આવેલી શંખેશ્વર ટાઉનશીપ માંથી જ્યોતિબાલા પ્રજાપતિ નામની યુવતીને ૮ ગ્રામ થી વધુની ૮૩,૦૦૦ ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. તેમજ યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.