Western Times News

Gujarati News

ચોંકાવનારો કિસ્સોઃ ફ્રી ફાયર ગેમે પરણિત યુવતીનું જીવન બરબાદ કર્યુ

પતિ અને 5 વર્ષના બાળકને છોડીને આવેલી યુવતીને પ્રેમીએ દગો આપતા કોર્ટમાં ફરિયાદ-મુંબઈમાં પતિ અને બાળક સાથે રહેતી પરિણીતા જંબુસરના યુવક સાથે ફ્રી ફાયર ગેમમાં સંપર્કમાં આવતા ઘર બરબાદ થયું

ઓનલાઈન ગેમ થકી સંપર્કમાં આવેલા બીજા પ્રેમી સાથે લગ્ન કરવાની ઈચ્છાએ પતિ સાથે છૂટાછેડા લઈ બાળક લઈ પિયરમાં આવી ગઈ હતી.

(પ્રતિનિધિ)ભરૂચ, સોશ્યલ મીડિયાના જમાનામાં ઘણા દંપતિઓના લગ્ન જીવનમાં તિરાડો પડી રહી છે અને છૂટાછેડા પણ થઈ રહ્યા છે.આવું જ એક દંપતિ ફ્રી ફાયર ગેમના કારણે વિખેરાઈ ગયું છે.

જેમાં પરિણીતાને ફ્રી ફાયર ગેમમાં જંબુસરના યુવક સાથે પ્રેમ થઈ જતા પ્રેમીએ આત્મહત્યા કરી લેવાની ધમકી આપતા પતિને છોડીને આવેલી પ્રેમિકાને પ્રેમીએ પણ દગો કરી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરી તેણીને ઢોર માર માર્યો હોવાના વિડીયો કર્યા હતા.જે બાબતે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા સમગ્ર મામલો ભરૂચ કોર્ટમાં પહોંચ્યો છે.

ભરૂચમાં એક પીડીતાની ફરિયાદ કોર્ટમાં પહોંચી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના લગ્ન ૨૦૧૫ માં થયા હતા અને બંનેના લગ્ન જીવનમાં એક બાળકનો જન્મ થયો હતો અને તે દરમ્યાન બંનેનું લગ્ન જીવન સારું રહ્યું હતું અને તારીખ ૦૨/૧૨/૨૦૨૦ ના રોજ ફરિયાદી ફ્રી ફાયર ગેમ રમતા ઓનલાઈન ગેમમાં બીજા દિવસે અજાણ્યા યુવકે મોબાઈલ નંબર શેર કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી

અને ફક્ત બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા યુવકે તે ભારત બહાર હોય અને વિદેશમાં દોહા કતારનું કામ કરતો હોવાથી તેમજ જંબુસરના ભડકોદરા ગામનો રહેવાસી હોવાની ઓળખ આપી હતી. બંને વચ્ચે ત્રણ વર્ષ સુધી વાતચીત વચ્ચે પ્રેમાલાપ થયો હતો અને પરિણીત યુવતી હોવાની જાણ યુવકને કરાઈ હતી. છતાં પણ જંબુસરના યુવકે પરિણીત પ્રેમિકાનું ઘર બરબાદ કર્યું હતું

અને યુવકે પરિણીત પ્રેમિકાને મેસેજ થકી કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારા વગર ચાલે એમ નથી જો તું મારા જીવનમાં ન આવી તો હું આત્મહત્યા કરી લઈશ તું મારી છે મને તારી સાથે જીવન વિતાવવું છે.

જે વાત સાંભળી પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને ઘણા મેસેજો પરિણીતાના પતિએ મોબાઈલ માંથી જોઈ લેતા આખરે બંને વચ્ચે ઝઘડાઓ થયા અને પરિણીતાએ પણ પોતાના બીજા પ્રેમી સાથે લગ્ન કરવાની ઈચ્છાએ પતિ સાથે છૂટાછેડા લઈ બાળક લઈ પિયરમાં આવી ગઈ હતી.

ફરિયાદી પરણિતા પ્રેમિકાએ ફ્રી ફાયર ગેમમાં સંપર્કમાં આવેલા પ્રેમી યુવક આદિલ પટેલ સાથે ફોન ઉપર વાતચીત કરી આદિલે પણ પરિણીત પ્રેમિકાને ભરૂચ બોલાવી અને પ્રેમિકા તેની માતા – પિતાની જાણ બહાર ૧૮/૦૪/૨૦૨૪ ના રોજ ભરૂચ ખાતે આવી પહોંચી હતી અને આરોપી આદિલ પટેલને ફોન કરેલો તો આદિલ પટેલે કહ્યું હતું કે તું જંબુસર આવી જા અને હોટલમાં રોકાઈ જા મોડેથી આદિલ પટેલ આવેલો

અને બસ ડેપો પાસે ફરિયાદીને બોલાવી તેની બાઈક ઉપર બેસાડી ખેતર જેવી જ સુમસામ જગા ઉપર લઈ ગયો હતો અને ફરિયાદી ખૂબ ગભરાઈ ગઈ હતી.

આ શું કરશે. હવે આરોપી આદિલ પટેલ ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદી પાસે રહેલા ૩૫ હજાર રોકડા પણ લઈ લીધા હતા અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધવા કપડાં ખેંચતાણ કરવા લાગ્યો હતો.

સાથે આદિલ પટેલે પરિણીત પ્રેમિકાની છાતી ઉપર તથા પેટના ભાગે અને ગુપ્ત ભાગ સાથે અડપલા કરી છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું તે દરમ્યાન ફરિયાદીએ ના કહેતા તેને લાતો છાતી અને ગુપ્ત ભાગો ઉપર મારવા લાગ્યો હતો.

જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી અને તે સમય દરમ્યાન ફરિયાદીના ગુપ્ત ભાગ ઉપર કોઈક વસ્તુ અંદર નાંખી હોય બેભાન પરિણીતા ફરિયાદી પર પાણીનો છંટકાવ કરી હોશમાં લાવી મુખ્ય રસ્તા સુધી લાવ્યો હતો

અને આદિલ પટેલે તેના માતા-પિતાને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા અને તેઓએ પણ ફરિયાદીને ઢોર માર મારેલ હતો. જે અંગેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કર્યો છે.

સમગ્ર ઘટનામાં ફરિયાદીને ગંભીર પ્રકારનો માર મારવામાં આવ્યો હોય અને તેણીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

સારવાર બાદ પણ પોલીસે ફરિયાદ દાખલ ન કરતા આખરે ફરિયાદીએ ન ઘરની અને ન ઘાટની રહેતા આખરે પોલીસ મથકે ફરિયાદ આપ્યા બાદ ફરિયાદીની આબરૂ લૂંટવાનો, બળાત્કારનો પ્રયાસ કરનાર તથા ઢોર માર મારી અને મારી નાંખવાની ધમકી આપનાર સામે પોલીસમાં ફરિયાદ આપ્યા બાદ

૨૭ દિવસ પછી ભરૂચ કોર્ટમાં ન્યાયની આશાએ વકીલ મારફતે ફરિયાદ દાખલ કરી હોવાની માહિતી સામે આવી છે. ઘણી વખત સોશ્યલ મીડિયાના પ્રેમ પણ દગો કરી જતો હોય છે. આવો જ એક દગો પરિણીત પ્રેમિકા બની છે. કુવારા પ્રેમી સાથે લગ્ન કરવા માટે પોતાના પતિ સાથે છૂટાછેડા કરી બાળક સાથે પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી

પરંતુ પ્રેમીએ પણ પરિણીત પ્રેમિકા સાથે માત્ર ટાઈમપાસ કરી શરીર સુખનો હવસખોર હોવાનો ભાંડો ફૂટ્યો છે અને સમગ્ર મામલો ૨૭ દિવસથી ફરિયાદીને ન્યાય ન મળતા આખરે વકીલ મારફતે ભરૂચ કોર્ટમાં કેસ દાખલ કરવાની માહિતી સપાટી પર આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.