Western Times News

Gujarati News

NFSUI વિશ્વના ૯૨ દેશોને ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રે ક્ષમતા નિર્માણમાં મદદ કરી રહ્યું છેઃ ડૉ. જે.એમ. વ્યાસ

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે સ્ટ્રેન્ધનિંગ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ થ્રૂ એન્હેન્સ્ડ ફોરેન્સિક એફિસિઅન્સી અંગે હાઇ-પાવર એક્સપર્ટ ગ્રૂપ મિટિંગ તા.૧૮મી મે, ૨૦૨૪ના રોજ યોજાઈ હતી. આ પ્રસંગે માનનીય શ્રી ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ; ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ;

માનનીય શ્રી ન્યાયાધીશ રાજેશ બિંદલ, ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ; માનનીય ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રા, અધ્યક્ષ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, ભારત; આર. વેંકટરમાણી, ભારતના એટર્ની જનરલ; તુષાર મહેતા, ભારતના સોલિસિટર જનરલ; અજય કુમાર ભલ્લા, ૈંછજી, કેન્દ્રીય ગૃહ સચિવ, ભારત સરકાર; ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-એનએફએસયુઆઈ અને પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, એનએફએસયુઆઈ-દિલ્હીએ નવા ફોજદારી કાયદાના પુસ્તકો – ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩; ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩નું વિમોચન પણ કર્યું હતું.

ન્યાયાધીશ વિક્રમ નાથ, સુપ્રિમ કોર્ટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ફોરેન્સિક વિજ્ઞાન મુખ્ય ભૂમિકા ભજવે છે ત્યારે ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને વ્યાવસાયિકોની તાલીમ ઝડપથી થવી જોઈએ. નવા ફોજદારી કાયદાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સમગ્ર ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવાનું ભગીરથ કાર્ય માત્ર સરકારનું નથી,

પરંતુ આ માટે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના કરવાની આવશ્યકતા છે અને ફોરેન્સિક સાયન્સની કેટલીક પ્રવૃત્તિઓને ખાનગી ક્ષેત્રને આઉટસોર્સ કરવાની પણ જરૂર છે, જે સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત અને પ્રમાણિત હોય. જેનાથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે.

રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે વધુ સારા સંકલન અને સમન્વયને સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ રાજેશ બિંદલે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસની જેમ ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સર્વિસની રચના કરવાની દરખાસ્ત કરી હતી. તેઓએ ખાનગી ફોરેન્સિક લેબની વિશ્વસનીયતાના સંદર્ભમાં વિશિષ્ટ ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સર્વિસની મહત્તા પણ સમજાવી હતી.

અજય કુમાર ભલ્લા, ૈંછજી, કેન્દ્રીય ગૃહ સચિવ, ભારત સરકાર દ્વારા તા.૧ જુલાઈ, ૨૦૨૪થી અમલમાં આવનારા નવા ફોજદારી કાયદાના અસરકારક અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપવામાં આવી હતી. તેમણે પોતાના વિશિષ્ટ સંબોધનમાં જણાવ્યું હતું કે નવા કાયદાના સફળ અમલીકરણ માટે ટેક્નોલોજી અને ફોરેન્સિક્સ મુખ્ય આધાર છે.

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત બનાવવા ભારત સરકારે વધુ પ્રયોગશાળાઓ અને ફોરેન્સિક એકમોની સ્થાપના કરી છે. જેમાં ૭૦૦થી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન પણ સામેલ છે. ફોરેન્સિક ક્ષમતા-નિર્માણ માટે જરૂરી છે, કુશળ માનવબળ. જેમાં એનએફએસયુઆઈની કેન્દ્રીય ભૂમિકા રહેશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એવી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ગુનાની તપાસ અને રાષ્ટ્રીય-સુરક્ષા માટે કુશળ માનવબળ તૈયાર કરવા માટે સમર્પિત છે.

એનએફએસયુઆઈ અત્યારે વિશ્વના ૯૨ દેશોને ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રે ક્ષમતા નિર્માણમાં મદદ કરી રહ્યું છે. એનએફએસયુઆઈ ૭૨ અભ્યાસક્રમો ચલાવે છે અને ભારતમાં એનએફએસયુઆઈના વિભિન્ન ૯ કેમ્પસમાં ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માનનીય વડાપ્રધાન ઈચ્છે છે કે ભારત ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રે સ્વદેશી સાધનો અને ટેક્નોલોજી સાથે આત્મનિર્ભર બને.

આ માટે એનએફએસયુઆઈ ફોરેન્સિક ક્ષેત્રે મેક-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્‌સ માટે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. આ પ્રસંગે શ્રી શ્યામલ મિશ્રા, ૈંછજી, અધિક સચિવ, ગૃહ વિભાગ-ભારત સરકાર અને ડો.એસ.કે. જૈન, ડિરેક્ટર-ડીએફએસ, ગૃહ વિભાગ-ભારત સરકાર પણ ઉપસ્થિત હતા. પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, એનએફએસયુઆઈ-ગાંધીનગર અને પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરીએ કેમ્પસ ડાયરેક્ટર,

એનએફએસયુઆઈ-ગોવાએ વિભિન્ન પેનલ ડિસ્ક્શનમાં સંચાલન કર્યું હતું. એનએફએસયુઆઈ- દિલ્હીના કેમ્પસ ડિરેક્ટર પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલે પ્રેઝન્ટેશન સાથે એનએફએસયુઆઈ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે માનનીય ડૉ. જસ્ટિસ કૌશલ જે. ઠાકર, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગુજરાત સરકારે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ભારતભરમાંથી આવેલા માનનીય ન્યાયાધીશો, કાયદાના નિષ્ણાતો અને કાયદા ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.