બંધન બેન્કનો કુલ બિઝનેસ 2.5 લાખ કરોડને પાર
કુલ બિઝનેસ રૂ. 2.60 કરોડના સ્તરે, 20%નો વધારો
- કુલ થાપણો વાર્ષિક ધોરણે 25% વધીને રૂ. 1.35 લાખ કરોડ થઇ
- રિટેલથી કુલ થાપણોનો હિસ્સો આશરે 70%
- CASA ગુણોત્તર 37%ની ઉપર
- કુલ લોન બુક વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 1.25 લાખ કરોડ
કોલકાતા, 17 મે, 2024: બંધન બેન્કએ નાણાંકીય વર્ષ 2023-24ના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામોની ઘોષણા કરી છે. બેન્કનો કુલ બિઝનેસ 20% વધીને રૂ. 2.60 લાખ કરોડ થયો છે. બેન્કનો રિટેલથી કુલ થાપણોનો હિસ્સો હાલમાં આશરે 70% છે. પાછલા ત્રિમાસિક ગાળામાં અનુભવાયેલી પ્રોત્સાહક વૃદ્ધિ વિતરણ, બિઝનેસ કાર્યક્ષમતા અને તરફેણકારી ઓપરેટિંગ પર્યાવરણને આભારી છે.
ચતુર્થ ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કે દેશભરમાં 50 શાખાઓ ખોલી હતી. બેન્ક હવે ભારતમાં 6,300 બેન્કિંગ કેન્દ્રો દ્વારા 3.35 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. બંધન બેન્ક ખાતે કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા આશરે 76,000 જેટલી છે..
Q4FY24 દરમિયાન બેન્કની થાપણો પાછલા વર્ષન સાન ગાળાની તુલનામાં 25% વધી છે. હાલમાં કુલ થાપણ બુક રૂ. 1.35 લાખ કરોડની છે, જ્યારે કુલ એડવાન્સિસ રૂ. 1.25 લાખ કરોડ છે. ચાલુ ખાતુ અને બચત ખાતા (CASA)નો ગુણોત્તર એકંદરે થાપણ બુકના 37%થી ઉપર છે. મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR)એ બેન્કની સ્થિરતાનું સૂચક છે, જે નિયમનકારી આવશ્યકતાઓ કરતા 18.3% જેટલી ઘણી વધુ છે.
બેન્કના પ્રદર્શન પર બોલતા એમડી અને સીઇઓ ચંદ્ર શેખર ઘોષએ જણાવ્યું હતુ કે, “પાછલા વર્ષનો છેલ્લો ત્રિમાસિક ગાળો અમે હાંસલ કરેલા બિઝનેસમાં વેગનું પ્રમાણ છે. અમે મોટા પરિબળોમાં સ્થિરતા અને વૃદ્ધિ દર્શાવી છે. બેન્ક વધુમાં ત્રિમાસિક ગાળામાં તેનો મહત્ત્વના નેતૃત્ત્વને પણ મજબૂત કરી રહી છે. બંધન બેન્કને તેના કર્મચારીઓની અડગ પ્રતિબદ્ધતા પર ઊભી કરવામાં આવી છે અને તેની સફળતાનું કારણ અમારા ગ્રાહકોની વિશ્વસનીયતા છે. આ મહત્ત્વના પાસાઓ અને ટેક, લોકો અને પ્રક્રિયાઓ પરનુ ફોકસ બંધન બેન્ક 2.0ના ઉર્ધ્વગમનને આગળ ધપાવશે. “
બેન્કે રિટેલ બુકમાં વધારો કરવાના સ્પષ્ટ ઇરાદાથી મિલકત વૈવિધ્યકરણ પર તેનું ફોકસ સતત રાખ્યુ છે. બેન્ક ઊંચી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા માટે વધુ ફોકસ કરવાનો ઇરાદો ધરાવે છે. જે ગ્રાહકોના અનુભવમાં એકંદરે વધારામાં પરિણમશે.