Western Times News

Gujarati News

AMC વરસાદી પાણીના નિકાલ માટે ખંભાતી કુવા, વોટર પ્લાઝા અને પરકોલેટીંગ વેલ તૈયાર કરશે

મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સુન પ્લાનની સમીક્ષા કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝન દરમિયાન પરંપરાગત રીતે પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને મ્યુનિ. કમિશનરના અધ્યક્ષપદે તેની સમીક્ષા થાય છે. આગામી ચોમાસા માટે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંગે બુધવારે રિવ્યુ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી AMC will prepare arched wells, water plazas and percolating wells for rainwater drainage

જેમાં ઈજનેર વિભાગ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પ્રથમ વખત જ પ્રિ-મોન્સૂન પ્લાનમાં ખંભાતી કુવા અને વોટર પ્લાઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હળવી થાય તે માટે તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કેચપીટો અને મશીન હોલની સફાઈ કરવામાં આવે છે તેમજ જરૂરિયાત મુજબ નવા મશીન હોલ, કેચપીટ બનાવવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૪૮૭૩ નવી કેચપીટ બનાવવામાં આવી છે જયારે અગાઉ કુલ પ૮૮૧ર કેચપીટ ઉપલબ્ધ છે જે પૈકી તંત્ર દ્વારા પ્રથમ રાઉન્ડમાં ૬ર૮૮૩ કેચપીટોની સફાઈ થઈ ગઈ છે

જયારે બીજા રાઉન્ડમાં ૧૯૮૪ કેચપીટની સફાઈ થઈ છે. તેવી જ રીતે કુલ ૩૯૮પ૦ મશીન હોલની પણ પ્રથમ રાઉન્ડ દરમિયાન સફાઈ કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વોટર લોગીંગ સ્પોટનો એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં પાછલા વર્ષે જે ૧પ૩ સ્થળે પાણી ભરાયા હતા તે સ્થળોએ ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. કુલ ૧પ૩ વોટર લોગીંગ સ્પોર્ટ પૈકી ૭૧ સ્થળે કામ પૂર્ણ થયા છે જેમાં કેચપીટ સફાઈ મશીન હોલ સફાઈ લાઈનોનું ડીસીલ્ટીંગ, નવી લાઈનો નાંખવી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ચોમાસા અગાઉ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પરકોલીટીંગ વેલ, ખંભાતી કુવા અને વોટર પ્લાઝાનો અમલ કરવામાં આવી રહયો છે. શહેરમાં કુલ ૧૭ સ્થળે પરકોલીટીંગ વેલ બનાવવામાં આવશે જે પૈકી ૯ સ્થળે કામ પૂર્ણ થઈ ગયું છે. આ પરકોલીટીંગ વેલની ઉંડાઈ ર૦૦ મીટર રહેશે જેમાં પ્રતિકલાક ૧પ હજાર લીટર પાણી પરકોલેટ થાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત વોટર લોગીંગ થતા હોય તેવા સ્થળની નજીક ખંભાતી કુવા પણ બનાવવામાં આવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનના સર્વે મુજબ કુલ પ૧ સ્થળે ખંભાતી કુવા તૈયાર કરવામાં આવશે જે પૈકી હાલ ૧પ સ્થળે તેના કામ ચાલી રહયા છે. તેવી જ રીતે શહેરમાં પ સ્થળે વોટર પ્લાઝા પણ તૈયાર કરવામાં આવશે જેમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકશે. તંત્ર દ્વારા પ્રજાપતિ ગાર્ડન વાસણા, કોઠીયા તળાવડી મકરબા, મહિલા તળાવ બોડકદેવ, ફાયર સ્ટેશન પ્લોટ ઓઢવ અને અયોધ્યા ફલેટ વટવા ખાતે વોટર પ્લાઝા તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.