Western Times News

Gujarati News

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ પોરબંદરથી ઝડપાયો

પોરબંદરથી એટીએસએ પાકિસ્તાની જાસૂસ દબોચ્યો

(એજન્સી)પોરબંદર, પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છેઃ છેલ્લા ૨ માસમાં ૩ જાસૂસ ઝડપાયા હતા.  દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ સકંજામાં આવ્યો છે. દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈ ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને આપતો હતો.

ગુજરાત એટીએસએ જાસૂસની ધરપકડ કરી છે. એટીએસએ જણાવ્યુ હતુ કે વોટ્‌સએપમાં એકાઉન્ટ કરવામાં આવ્યું હતું. ટેલિગ્રામ, વોટ્‌સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનનું લીસ્ટ મળ્યું હતું. એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન આઈડીને માહિતી આપી હતી. રૂ ૬ હજાર તેને ચૂકવ્યા હતા. એટીએસએ વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાન ઓપરેટિંગમાં હની ટ્રેપમાં ફસાવે છે. પાકિસ્તાન હનીટ્રેપમાં જાસૂસ બનાવે છે. મોબાઈલમાં શંકાસ્પદ પૈસા મોકલેલા છે.

પોરબંદના જતીન ચારણીયા નામનો જાસૂસ ઝડપાયો છે જેણે એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન આઈડીને માહિતી આપી હતી. પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે.

આ જાસૂસ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલતો હતો. છેલ્લા ૨ માસમાં ૩ જાસૂસ ઝડપાયા છે. અગાઉ જામનગરથી મોહમ્મદ સકલેન નામના જાસૂસની ધરપકડ થઈ હતી. સકલેન જામનગરના બેડી ગામનો રહેવાસી હતો. સકલેને સિમકાર્ડ ખરીદીને લાભશંકર નામના બીજા જાસૂસને આપ્યું હતું. લાભશંકરે પોતાની બહેન મારફતે પાકિસ્તાન મોકલીને આ સીમકાર્ડ એક્ટિવ કર્યું હતું.

ભારતીય સીમકાર્ડથી આર્મીના જવાનોને મેસેજ મારફતે ફસાવતા હોવાની માહિતી પણ સામે આવી છે. આર્મી ઈન્ટેલિજન્સના એમઆઈ ઉધમપુર યુનિટે જાસૂસીને લઈ આપ્યા હતા ઈનપુર, સીઆઈડી ક્રાઈમે ભરૂચથી પ્રવિણ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપીઓ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનના આઈએસઆઈએસના એજન્ટોને મોકલતા હતા.

અગાઉ ગુજરાતમાંથી સીમકાર્ડ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને મોકલનાર વધુ જાસૂસ મોહમ્મદ સકલેનની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી.આ આરોપી મૂળ જામનગરના બેડી ગામ નો રહેવાસી છે.આરોપી સકલેન એ એક સીમ કાર્ડ ખરીદીને લાભશંકર મહેશ્વરી નામના પાકિસ્તાની જાસૂસ ને મોકલ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.