Western Times News

Gujarati News

ગુજરાતમાં ર૬/૧૧ કરતા પણ વધુ ખતરનાક આત્મઘાતી હુમલો કરવાના હતા આતંકવાદીઓ

(એજન્સી)અમદાવાદ, આઈએસનો બગદાદી અને પાકિસ્તાનનો અબુ અમારો આકા છે. અમે તેને સમર્પિત છીએ અને તેના દરેક આદેશનું પાલન કરવા તત્પર છીએ. અબુના આદેશ ખાતર કોઈપણ સમયે જાન આપવા માટે તૈયાર છીએ અને કોઈ પણની જાન લેવા માટે તૈયાર છીએ. આતંકીઓ પાસેથી મળી આવેલા વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.

તમામ લોકો મુંબઈમાં થયેલા ર૬/૧૧ કરતાં પણ ખતરનાક આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા. આતંકીઓની ધરપકડ બાદ એટીએસને મળી આવેલા હથિયારો જોતાં લાગી રહ્યું છે કે આત્મઘાતી હુમલા માટે બીજા પણ હથિયારો આવવાના હોઈ શકે છે. ર૬/૧૧ કરતાં પણ ખતરનાક આત્મઘાતી હુમલો કરવો હોય તો વધુને વધુ હથિયારો જથ્થો જોઈએ.

ગુજરાત એટીએસની ટીમે ૧૯ મે ર૦ર૪ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આવેલા ચાર આતંકવાદીને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ ચારેય આતંકીને ર૦ મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસએ કરેલી તપાસમાં આતંકીઓના મોબાઈલમાંથી તમિળમાં શપથ લેતો વીડિયો પણ મળ્યો હતો. એટીએસએ મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસની પૂછપરછમાં નવા ખુલાસાઓ કર્યા છે.

તમામ આતંકી સોશિયલ મીડિયા મારફતે અબુના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાન ખાતેના આઈએસઆઈએસના હેન્ડલર અબુએ એટલી હદે બ્રેઈન વોશ કર્યું હતું કે, તેઓ સ્યુસાઈડ બોમ્બર બનીને ગમે ત્યારે પોતાનો જીવ આપવા માટે પણ તત્પર હતા.

આતંકવાદીઓ પાસેથી મળી આવેલા બન્ને ફોન નવા હતા અને તેમાં એકમાં પ્રોટોન ઈ-મેઈલ અને બીજામાં સિગ્નલ એપ્લિકેશન મળી આવી છે. આ સિગ્નલ એપ્લિકેશન મારફતે તેઓ સંપર્કમાં હતા. એટલે કે તેઓ અબુના આદેશની રાહ જોઈ રહ્યા હતા.

તેઓને કહેવામાં આવ્યું હતું કે આદેશ મળી જાય એટલે ઘટનાને અંજામ આપવો. હવે તેઓ કઈ ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એટીએસના અધિકારીઓએ ચારેયને પિસ્તોલ આપી ત્યારે દરેક આરોપીએ પિસ્તલમાં મેગઝિન લોડ કરી ગન અનલોક અને લોક પણ કરી હતી. તમામ આતંકીઓ હથિયાર ચલાવવામાં માહેર હોવાનું પણ સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.