Western Times News

Gujarati News

ખેડબ્રહ્મામાં શીતળા માતાજી મંદિરનો પાટોત્સવ યોજાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં અંબાજી હાઈવે નજીક એસ્સાર પેટ્રોલ પંપ પાસે આવેલ પૌરાણિક શ્રી શીતળા માતાજી મંદિરનો ૧૭ મો પાટોત્સવ આજે તારીખ ૨૩- ૫ -૨૦૨૪ ને ગુરૂવારના રોજ યોજવામાં આવ્યો. આજના પાટોત્સવના કાર્યક્રમના મુખ્ય યજમાન ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન પર આવેલ શિવશક્તિ સ્ટોર વાળા હસમુખભાઈ ચૌહાણ હતા.

આ શુભ પ્રસંગે પટેલ હર્ષદભાઈ રેવાભાઇ, પટેલ નટવરભાઈ ખુશાલભાઈ, પટેલ ભીખાભાઈ પુંજાભાઈ, રાઠોડ દિગ્વિજયસિંહ ઇન્દ્રસિંહ, પટેલ નવનીતભાઈ જેઠાભાઈ તથા હસમુખભાઈ ચૌહાણના કુટુંબીજનો તથા શીતળા માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.