Western Times News

Gujarati News

એક જ જમીન બે વાર વેચનાર સુરતના બે આરોપીને બે દિવસના રિમાન્ડ

પ્રતિકાત્મક

પોલીસે આરોપીઓની સુરતમાંથી અટકાયત કરી

અંકલેશ્વર, હાંસોટ તાલુકાના અરચ ગામે એક જમીન બે વાર વેચી દેતાં થયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે સુરત ખાતે રહેતા બે આરોપીની અટકાયત કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

હાંસોટ તાલુકાના ખરચ ગામે આશરે ૧૦ વીઘા જમીન કે જેની હાલની બજાર કિંમત રૂ.પાંચ કરોડ થાય છે. તે આરોપી ગણપતસિંહ ઠાકોરે જમીનનો વેચાણ દસ્તાવેજથી આરોપી ભવાન મકવાણા તથા મગન ડાહ્યા સીસરાએ વેચાણ દસ્તાવેજ કરી વેચી દીધી હતી. ત્યારબાદ ગણપતસિંહ ઠાકોરે જમીનમાં રહેણાંક હેતુ અંગેના પ્લાન મંજૂર કરાવવા અરજી કરી હતી

ત્યારે ભવાન મકવાણા તથા મગન સીસારાએ આરોપી અનિલ કુમારેશ દુબેને પાવર ઓફ એટર્ની આપી સોસાયટી બનાવવા ર૮ર પ્લોટ પાડી અલગ વ્યક્તિ પાસેથી નાણાં લઈ ગણપતસિંહ ઠાકોરે વેચાણ દસ્તાવેજ કરી આપી વેચી દીધી હતી. જેમાં પ્લોટ નં.૧પપ રીંકુદેવી ઉત્તરપ્રસાદ ગુપ્તાને રૂ.૪૦૦૦માં વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આજ પ્લોટ ફરિયાદી રઉફ શેખને પાવર ઓફ એટર્ની તથા કબજા સહિતનો બાનાખત કરી આપ્યા પછી

આ સ.નં.ર૪૭ વાળી જમીન બે વખત ગણપતસિંહ ઠાકોરે પાવર ઓફ એટર્નીના આધારે કૃષ્ણકુમાર સત્યનારાયણ યાદવને ભાડા કરારથી આપી છે. આમ બન્ને સાહેદો તથા ફરિયાદી રઉફ શેખની પાસેથી કુલ રૂ.૧.ર૪ લાખ તેમજ આ સિવાય અન્ય પ્લોટોના વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરી.

ઉપરોકત બન્ને સર્વે નંબળોવાળી જમીન પચાવી પાડવા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી આ જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી ખરા તરીકે તેનો ઉપયોગ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ હાંસોટ પોલીસ મથકે ફરિયાદી રઉફ શેખે નોંધાવતા હાંસોટ પોલીસે સુરત ખાતે રહેતા ભવાન રામજી મકવાણા તથા મગન ડાહ્યા સીસારાની અટકાયત કરી હાંસોટ કોર્ટ ખાતે રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.