અમરેલી, વડિયાના નાની કુંકાવાવ ગામે ફોનમાં વાતચીત કરવા મુદ્દે એક યુવકને છરી મારી ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે રાહુલભાઈ વિનુભાઈ જેઠવા (ઉ.વ.૩૦)એ રાજકોટ આજી વસાહતમાં રહેતા નિર્મલભાઈ માણસુરભાઇ મકવાણા, શૈલેષભાઇ માણસુરભાઇ મકવાણા,

શિલ્પાબેન માણસુરભાઇ મકવાણા તથા શિલ્પાબેનના દીકરા કરણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને તથા નિર્મલભાઈની પત્નીને ફોનમાં વાતચીત થતી હતી. જેનો ખાર રાખી તેમને ગાળો આપી, લાકડાના ધોકા વડે માર મારી ફ્રેકચરની ઈજા કરી હતી.

ઉપરાંત છરી વડે ઈજા પહોંચાડી શરીરે આડેધડ મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.