Western Times News

Gujarati News

બહેરામપુરા, ગોમતીપુર, દરિયાપુર, અમરાઈવાડી કમળા માટે હાઈરિસ્ક એરિયા

દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો છે. શહેરમાં ગરમીની શરૂઆત થતાંની સાથે જ ઝાડા-ઉલ્ટી અને કોલેરાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થાય છે. જયારે ચોમાસાની સીઝન સાથે જ કમળાના કેસો પણ મોટી સંખ્યામાં બહાર આવે છે. શહેરના દક્ષિણ અને પૂર્વ ઝોન કમળા માટે હાઈરિસ્ક ઝોન ગણવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનમાં નોંધાયેલ કમળાના કુલ. કેસોમાંથી જેમા વર્ષ-૨૦૨૧માં મધ્ય ઝોનમાંથી ૨૦.૮૭% કેસો દક્ષિણ ઝોનમાં ૨૯.૧૭% કેસો અને પૂર્વ ઝોનમાં ૧૭.૧૨ % કેસો, ઉત્તર ઝોનમાં ૨૦.૯૪% કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ-૨૦૨૧ના કુલ કેસોમાંથી ૮૮.૦૧% કેસો આ ચાર ઝોનનાં થાય છે. જયારે વર્ષ-૨૦૨૨માં મધ્ય ઝોનમાંથી ૮.૭૭% કેસો, દક્ષિણ ઝોનમાં ૩૩.૧૯% કેસો અને પૂર્વ ઝોનમાં ૨૫.૩૪ % કેસો ઉત્તર ઝોનમાં ૨૧.૦૨% કેસો નોંધાયેલ છે.

જેથી વર્ષ-૨૦૨૨ના કુલ કેસોમાંથી ૮૮.૨૫% કેસો આ ચાર ઝોનનાં થાય છે. તો આ ચાર ઝોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં કમળાના કેસોમાં ઘટાડો કરી શકાય. વધારામાં મધ્ય ઝોનમાં અમદાવાદના કુલ કેસોના અસારવામાં ૩.૦૭% કેસો જમાલપુર વોર્ડમાં૧.૭૯૪ટકા કેસો, શાહપુર વોર્ડમાં ૧.૦૪% કેસો, શાહીબાગમાં ૧.૨૫૪ કેસો નોંધાયેલ છે.

દક્ષિણ ઝોનમાં અમદાવાદના કુલ કેસોનાં ૧૫.૫૦ % કેસો વટવા વોર્ડમાં, ૫.૪૮ % કેસો બહેરામપુરા વોર્ડમાં, ૩.૪૯૪ ટકા કેસો લાંભા વોર્ડમાં ૩.૨૪% કેસો ઇસનપુર વોર્ડમાં નોંધાયેલ છે. પૂર્વ ઝોનમાં અમદાવાદના કુલ કેસોના વસ્ત્રાલ વોર્ડમાં ૭.પર૪ટકા કેસો, અમરાઇવાડી વોર્ડમાં ૬.૨૭ % કેસો ગોમતીપુર વોર્ડમાં ૩.૮૨% કેસો, રામોલ-હાથીજણ વોર્ડમાં ૩.૧ટકા કેસો નોંધાયેલ છે.

ઉત્તર ઝોનમાં અમદાવાદના કુલ કેસોના ૬.૫૬% કેસો સરસપુર-રખીયાલ વોડમાં, ૪.૪પ ટકા કેસો બાપુનગર વોર્ડમા,૩.૪૧૪ ટકા કેસો કુબેરનગર વોર્ડમાં,૨.૫૩% કેસો સૈજપુર-બોધા વોર્ડમાં,૨.૪૯% કેસો નરોડા વોર્ડમાં નોંધાયેલ છે.

શહેરમાં ર૦૧૭ની સાલમાં કમળાના ર૧૦૧, ર૦૧૮માં ૩૧પ૪, ર૦૧૯માં ર૬૧૦, ર૦ર૦, પ૪૯, ર૦ર૧માં ૧૩૬૧ અને ર૦રરમાં ર૪૦૭ અને ર૦ર૩માં કમળાના ૧૭૩૯ કેસ નોંધાયા હતાં જયારે ર૦ર૪ના પ્રથમ પાંચ મહિનામાં જ ૬૯૩ કેસ નોંધાયા છે જયારે દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનને કમળા માટે હાઈરિસ્ક ઝોન માનવામાં આવે છે. શહેરના બહેરામપુરા વોર્ડમાં ર૦ર૧ના વર્ષમાં ૧ર૪ અને ર૦રરમાં ૧૩ર કેસ જયારે વટવામાં ૮૬ અને ૩૭૩ કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.