Western Times News

Gujarati News

જેટ એરવેઝની જેમ એર ઈન્ડિયા પણ બંધ થઈ શકે છે

પ્રતિકાત્મક

મુંબઈ, નાણાંકિય સંકટનો સામનો કરી રહેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાને જો ખરીદનારા નહી મળ્યા તો આગામી વર્ષના જુન મહિના સુધીમાં તેને સંચાલન બંધ કરવા પર મજબૂર થવું પડશે. એર ઈન્ડિયાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, છૂટી છવાયી મૂડીની વ્યવસ્થાથી લાંબા સમય સુધી ગાડી ચલાવી શકાય નહી.
એર ઈન્ડિયાના ભવિષ્યને લઈને વધી રહેલી અનિશ્ચિતતા વચ્ચે અધિકારીએ કહ્યું કે, 12 નાના વિમાન છે તેને ફરીથી ચલાવવા માટે મૂડીની જરૂર છે. એરલાઈન પર લગભગ 60 હજાર કરોડનુ દેવું છે અને સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પર કામ કરી રહી છે. અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે આ જાણકારી આપી અને કહ્યું, આગામી વર્ષે જુન સુધી કોઈ સંભવિત ખરીદનારા નહી મળે તો એર ઈન્ડિયા પણ જેટ એરવેઝના માર્ગે જઈ શકે છે.
તેમણે કહ્યું કે, ખાનગીકરણની યોજના વચ્ચે સરકારે દેવા નીચે દબાયેલી કંપનીમાં વધુ મૂડી રોકવાનો ઈનકાર કરી દીધો છે. તેના કારણે હવે એર લાઈન્સને છૂટી છવાઈ મૂડીની વ્યવસ્થા કરી કામ ચલાવવું પડે છે. તેનાથી લાંબા સમય સુધી ચાલવાની શક્યતા નથી. અમે આ સમયે કોઈ પણ પ્રકારે સંચાલન કરી શકીએ છીએ અને સારી રીતે અમે જુન સુધી આ સ્થિતી જાળવી રાખી શકીશું. આ સમયગાળા દરમિયાન જો કોઈ ખરીદનારા નહી મળે તો અમારે દુકાન બંધ કરવી પડશે.
તેમણે કહ્યું કે, અમે સંચાલનની જરૂરીયાતોને પૂરી કરવા માટે સરકાર પાસે 2400 કરોડ રૂપિયાની સરકારી ગેરંટી માંગી હતી, પરંતુ સરકારે માત્ર 500 કરોડ રૂપિયા માટે સરકારી ગેરંટી આપી. સરકાર ચાલૂ નાણાંકિય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એર ઈન્ડિયામાં પોતાની હિસ્સેદારીના વેચાણ માટે સુચના જાહેર કરી શકે છે. અધિકારી પ્રમાણે, ખરીદનારા મળી જવાની સ્થિતિમાં લેણદેણને પૂરી કરવામાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે, જો આગામી મહિનાની શરૂઆતમાં વેચાણની પ્રક્રિયા શરૂ થાય. આર્થિક સ્થિતીને જોતા સરકારને રોકાણકાર મળવાની વધારે આશા નથી વ્યક્ત કરવામાં આવી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.