Western Times News

Gujarati News

UGVCL ધનસુરા ડિવીઝનના વીજ સબસ્ટેશનના કર્મચારીઓ પગાર નહીં થતા મુશ્કેલીમાં

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીના ધનસુરા ડિવીઝનના ૬ જેટલા ૬૬કે.વી.સબસ્ટેશનોના આઉટસોર્સગ કર્મચારીઓ. છેલ્લા ત્રણ માસથી પગારથી વંચિત રહેતા અને પગાર ન થવાને કારણે આ કર્મચારીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોઈ તાકીદે ત્રણ માસનો પગાર ચૂકવી આપવા અને નિયમિત પગાર સહિતની માગણીઓ તાકીદે નહીં સંતોષાય તો નોકરી ઉપર નહીં આવવા કર્મચારીઓએ સંબંધિત વિભગને લેખિત અલ્ટીમેટમ આપ્યું છે.

ગત માર્ચ -૨૦૨૪ થી મે-૨૦૨૪ સુધીના સળંગ ત્રણ મહિનાનો પગાર નહીં મળતા આ પગાર વંચિત કર્મચારીઓએ મહારાષ્ટમાં થાણે ખાતે આવેલ જેબીએસ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને લેખિતમા અલ્ટીમેટમ આપ્યું છે કે જો એમના પગારો તાત્કાલિક નહીં થાય અને એમની કેટલીક અન્ય માગણીઓ પણ નહીં સંતોષાય તો આ કર્મચારીઓ નોકરી ઉપર નહીં જાય.

કંપનીના કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવતા જુદક જુદા ૬૬કેવી સબસ્ટેશનોમાં કામ કરતા આ કર્મચારીઓની રજુઆતમાં વધુમાં જણાવ્યા મુજબ વીજળીના ધનસુરા ડિવિઝન હેઠળ આવતા ૬ જેટલા સબ સ્ટેશનોમાં અરવલ્લીના આકરૂંદ,કસાણાં તેમજ સાબરકાંઠા જિલ્લામાં આવેલ હરસોલ.તલોદ,ડેભારી,પુંસરી નો સમાવેશ થાય છે.

આ તમામ સબ સ્ટેશનોમાં ફરજ બજાવતા આઉટર્સોસિંગ કર્મચારીઓ દ્વારા અનેકવાર રજુઆતો છતાં એમના પગારો સમયસર થતાં હોઈ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે આવી રીતે ત્રણ મહિનાનો પગાર દબાવી રાખવામાં આવતા કર્મચારીઓની પરિસ્થિતિ દિન- પ્રતિદિન દયનીય બની જવા પામી છે. આગામી સમયમાં સમયસર પગાર કરવામાં નહી આવે તો કર્મચારીઓ નોકરી આવશે નહી.

જેથી કરીને નવા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્પષ્ટ ચીમકી પણ આ કર્મચારીઓએ એમના અલ્ટમેટમમાં આપી છે સાથે આ કર્મચારીઓએ કેટલીક અન્ય માગણીઓ પણ દોહરાવી છે. જેમા કર્મચારીઓના પગાર મહિનાની ૧ થી ૧૦ તારીખમાં કરવો,સફાઈ કર્મચારીનું (સ્વીપર સેલેરી) વેતન દર મહિને સમયંસરઆપવું, સબસ્ટેશનને લગતી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સેફટી સામાન, રજીસ્ટર, યુનિફોર્મ ડ્રેસ વગેરે આપવુ. સબસ્ટેશનમાં થતો ખર્ચ દર મહિનાના અંતમાં ચુકવવો,.

. એમ આઈ એસ , શટ ડાઉન તથા સેફ્‌ટી મીટીંગમાં હાજર રહેલા કર્મચારીઓને મહિનાના અંતમાં મહેનતાણું આપવામાં આવે. વગેરે બાબતોનો સમાવેશ થાય છે
છેલ્લા એક વર્ષથી કર્મચારીઓની વારંવાર રજૂઆતો કરવા છતાં ઉપરોક્ત પ્રશ્નોનું નિરાકરણ ના આવતા હવે આ પગલું ભરવા મજબુર બન્યા હોવાનું આ રજુઆતમાં જણાવાયું છે . જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહી કરવા માં આવે ત્યાં સુધી સબસ્ટેશનમાં થતા તમામ કામકાજ સદંતર સ્થગિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.