Western Times News

Gujarati News

અમદાવાદની લૂંટારૂં ટોળકી વિજાપુરમાં આંગડિયા પેઢીઓમાં લૂંટના ગુનામાં ઝડપાઈ

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

વિજાપુર, વિજાપુર શહેરમાં આવેલી આંગડિયા પેઢીઓની રેકી કરી છેલ્લા બે કલાકથી બે ટુ-વ્હીલર પર ચાર જણા હેલ્મેટ અને બુકાની પહેરી લૂંટ કરવાના ઈરાદે આંટાફેરા કરતાં હતા. જો કે, લૂંટનો ઈરાદો પાર પાડે તે પહેલાં વિજાપુર પોલીસે ચારેય જણાને ઝડપી પાડયા હતા.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજાપુર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના માણસો વિજાપુર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ફરતા-ફરતા વિજાપુર ફાઉન્ટેન હોટેલ નજીક આવતાં બે શંકાસ્પદ ટુ વ્હીલર પર ચાર જણાં આંગડિયા પેઢીવાળી જગ્યાઓ પર શંકાસ્પદ રીતે આંટા ફેરા મારતા હતા. આથી તેમનો પીછો કરી ચારેયને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી

જેમાં સુઝુકી એકસેસના ચાલકનું નામ પૂછતાં નીતિન માણેકલાલ તમાઈચે (રહે.નવ ખોલી, કુબેરનગર, અમદાવાદ) જણાવ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલાનું નામ પૂછતાં તેનું નામ દીપક ધીરૂભાઈ બજરંગે (રહે.ફ્રી કોલોની, છારાનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હોન્ડા સાઈન બાઈકના ચાલકનું નામ પૂછતાં તેનું નામ જુગનું દિનેશ ઘાસી (રહે.ગરીબદાસની ચાલી, છારાનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું

જ્યારે તેની પાછળ બેઠેલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ દીપક ભીખાભાઈ ઈન્દ્રેકર (રહે.કુબેરનગર, સરદારનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામની પૂછપરછ હાથ ધરી આટલી ગરમીની સિઝનમાં કયા કારણોસર ઉપરા-ઉપરી બે-બે કપડા પહેરેલા છે તેમ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ તથા અમદાવાદની આજુબાજુના જિલ્લાના શહેરોમાં આંગડિયા પેઢીની રેકી કરી આંગડિયા પેઢીમાં આવતા લોકોને બાઈક પર ટક્કર મારી અથવા ઝઘડો કરી ધ્યાન ભટકાવી નાણાંની લૂંટ કરી

અથવા આંચકી લઈ પહેરેલા કપડા બદલી પોતાની ઓળખ છૂપાવી ભાગી જતાં હતા. અગાઉ પણ તેમની સામે અલગ અલગ ગુનામાં જેલમાં ગયેલા હોવાનું જણાવ્યું હતું. તેઓ આજે વિજાપુર ખાતે ટ્રેન્ડસમોલની સામે આવેલી આંગડિયા પેઢીઓ તથા એસબીઆઈ બેન્કની ઉપર આવેલી આંગડિયા પેઢીઓની વોચ રાખી લૂંટ કરવાના ઈરાદે

છેલ્લા બે કલાકથી બુકાની અને હેલ્મેટ પહેરી આંટા-ફેરા મારતા હતા. આથી પોલીસે આ ચારેયને સુઝુકી એકસેસ અને હોન્ડા સાઈન એમ બે ટુ-વ્હીલર તથા બે મોબાઈલ અને રોકડ રૂ.૬પ૦૦ મળી કુલ ૬૭પ૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ ચારેય વિજાપુર પોલીસ સ્ટેન્ડમાં ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ આર.કે.મીર ચલાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.