Western Times News

Gujarati News

ગુજરાત અને ભારતમાં વકરેલા દુરાચાર, ભ્રષ્ટાચાર અને અનાચારે રાજકીય ક્ષેત્રની અને શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોદી નાંખી છે ત્યારે …

એકલું ન્યાયતંત્ર કયાં ?! કયાં ?! પહોંચી શકશે ?! વકીલોના મનમાં ઉઠેલા સવાલો !

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે ! જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્ના છે ! જસ્ટીસ શ્રી એ. એસ. બોપન્ના, જસ્ટીસ શ્રી સંજયકુમારની છે !

જો આ “રાજકીય ગેરરિતીઓ પર અંકુશ રાખવાની ફરજ અદા કરી રહ્યા છે”! શૈક્ષણિક ભ્રષ્ટાચાર સામે પોતાનો ન્યાયધર્મ અદા કરી રહ્યા છે ! કાયદાના શાસનની પ્રક્રીયા તુટતી અટકાવી રહ્યા છે ! સરકારી એજન્સીઓની ગેરબંધારણીય હરકતો પર રોક લગાવવાનું કામ કરે છે ! રાજકીય ગુન્હેગારો પર અંકુશ રાખવાનું પણ કામ કરે છે ! પરિણામે તમામ ક્ષેત્રમાં ન્યાય અપાવવાનું કામ ન્યાયતંત્ર કરે છે

ત્યારે હવે ગુજરાતના સમગ્ર વકીલ આલમે માનવ સમાજને બચાવવા માટે માનવ ધર્મ પ્રસ્થાપિત કરવા “રાજકીય કંઠીઓ” બાંધીને પ્રજાને નહીં, દેશને નહીં “રાજકીય પક્ષો” તરફ વફાદારી દાખવતા જે ભારતીય લોકશાહી માટે ચિંતાનો વિષય ?! ન્યાયતંત્ર “લોક અદાલતો” દ્વારા કેસોનું ભારણ ઘટાડવા માટ પ્રયત્નશીલ છે ! છતાં અનેક બાબતોનું ન્યાયાધીશો અવલોકન કરવાનું થાય છે તેનો ઉપાય શું ?! એ હવે સમગ્ર વકીલ આલમે વિચારવાનું છે કારણ કે આજની વકીલાત આવતી કાલનું ભાગ્ય રચશે ???! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

“શિક્ષણ વગરની આઝાદી જોખમી છે અને આઝાદી વિનાનું શિક્ષણ વ્યર્થ છે” – જહોન કેનેડી !!

ભારતીય લોકશાહી સભ્યતા મજબુત બનાવવા અને માનવતાની વાત ઉજાગર કરવા માટે લોકોની અને ન્યાયતંત્રની ભૂમિકા શું ?! બીજો કોઈ વિકલ્પ છે ?!

ગેલિલિયો ગેલિલિએ કહ્યું છે કે, “શ્રી ઈશ્વરે આપણને સંવેદન, તર્ક અને બુÂધ્ધથી વિભુષિત કર્યા છે પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું ભુલી ગયા છેએ આ જ એવા સાધનો છે જે જ્ઞાન પ્રાપ્તિ માટે સૌથી મહત્વના છે”!! જયારે ઓસ્ટ્રેલિયન બ્રિટીશ વૈજ્ઞાનિક કાલરેમનું પોપરે કહ્યું છે કે, “સાદાઈ અને સ્પષ્ટતા તમામ બુÂધ્ધજીવીઓની નૈતિક ફરજ છે, સ્પષ્ટતાનો અભાવ પાપ છે અને અહમ એ અપરાધ છે”!! ભારતના લોકો પાસે આધ્યાÂત્મક દ્રષ્ટિકોણ છે ! ધાર્મિક શ્રધ્ધા છે !

સાહસિકતા છે ! ચતુરાઈ છે ! મુત્સદીગીરી છે ! પરંતુ આર્ટીિફશીયલ ઈન્ટેલીજન્સ લોકો પાસે મહદ્દઅંશે નૈતિકતાસભર વૈજ્ઞાનિક, પ્રગતિશીલ દ્રષ્ટિકોણનો અભાવ છે ! પરિણામે જેવો પ્રજા એવો રાજા અને જેવો રાજા એવો રાજધર્મ ! નો મુદ્દો આજે વકીલ આલમમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ! કેમ કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ! રેગીંગનો દુરાચાર ! પેપર ફોડવાનો અનાચાર ! ભારતમાં વ્યાપી ગયો છે !

ચૂંટણી સમયે નેતાઓની ભાષામાં સંનિષ્ઠા અને માનવતાનો અભાવ દેખાય છે ! પોલીસ તંત્ર જેના માથે કાયદાના શાસનની ભારે જવાબદારી છે એ અંકુશ વગર બેલગામ ઘોડા જેવા થઈ ગયા હોવાનું મનાય છે ! ત્યારે “ન્યાયતંત્ર” એકલા હાથે કેટલો “ન્યાય” આપી શકશે ?!

ગુજરાત હાઈકોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટ પર દેશમાં નૈતિકતા, કાયદાનું શાસન લોકશાહી માનવીય મૂલ્યો ! માનવ અધિકાર અને દરેક ક્ષેત્રમાં ‘ન્યાય’ અદા કરવાની વધતી જતી જવાબદારી માટે દોષિત કોણ ?! વકીલોમાં ચાલતી ચકચાર ?!

અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું હતું કે, “શિક્ષણ વગરની આઝાદી જોખમી છે અને આઝાદી વિનાનું શિક્ષણ વ્યર્થ છે”!! ભારતનું દરેક ક્ષેત્ર દુરાચાર, અનાચાર, અનૈતિકતા, ભ્રષ્ટાચાર અને પાંખડી પ્રવૃત્તિનો ભોગ બનતું જાય છે ત્યારે દેશના આર્ટીિફશીયલ બુÂધ્ધજીવીઓના સુસંગત તર્ક, નિષ્ઠાના અભાવે સમસ્યાઓનો ઉકેલ મળતો નથી !

કારણ કે આવા લોકો મૂળભૂત રીતે તો સામાન્ય માનવીમાંથી પેદા થાય છે ! ભારતના લોકોના હૃદયમાં સાંપ્રદાયિક ધર્માે વસે છે ! ધર્મનું શિક્ષણ મળે છે છતાં લોકો મત આપે છે ત્યારે “ક્રીમીનલ કેસ” માં ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલ “બાહુબલી” ચૂંટણી જીતી જાય છે ! ને “ગાંધી, સરદાર પટેલ” જેવા હારી જાય છે ! તેવા દેશમાં પેપરો ફુટે જ ને ?!

ભ્રષ્ટાચાર પાંગરે જ ને ?! ગુન્હાખોરી, મોંઘવારી, બેરોજગારી વધે જ ને ?! તેવા સમયે સમાજનું “સમતુલન” જાળવવાનું કામ આ દેશનું ન્યાયતંત્ર કરે છે ! ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં પુલ હોનારત ! હીટ એન્ડ રન કેસો ! હોડી દુર્ઘટના હોનારત ! પેપર લીકેજ કેસ ! ભ્રષ્ટાચારના ગુન્હાના કેસોમાં અને અÂગ્નકાંડ જેવા

કેસોમાં કડક વલણ અખત્યાર કરીને “ન્યાય મંદિર” માં લોકોને “ન્યાયનો અહેસાસ” કરાવ્યો ?! ગુજરાત માટે વર્ષાેથી ગૌરવવંતી ક્ષણ રહી છે કે ન્યાય મંદિરમાં બેસતા ન્યાયધીશોએ “ન્યાયધર્મ” ની ગરિમા જાળવી છે અને ઉજાગર કરી છે પરંતુ લોકો નૈતિકતાસભર તર્કસંગત દિર્ઘ દ્રષ્ટિકોણથી નહીં વિચારે તો એકલું ન્યાયતંત્ર કેટલે પહોંચી શકશે બધાને મર્યાદા નડે છે તો દેશનું શું થશે ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.