Western Times News

Gujarati News

સનાથલ ચોકડી પાસે ટેન્કર અને ટ્રેકટર વચ્ચે અકસ્માતઃ પેટ્રોલ લીકેજ થતાં ભારે અફરાતફરી

રોડ પર પેટ્રોલની રેલમછેલ ટેન્કરને સલામતી સાથે આંબલી રોડ પર ખસેડાયું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સરખેજ-બાવળા-હાઈવે પર સનાથલ ચોકડી પાસે પેટ્રોલ ભરેલા ટેન્કર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા રોડ પર પેટ્રોલની રેલમછેલ થતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો જા કે ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી જઈ પેટ્રોલ લીકેજ થતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ટેન્કરનો વાલ્વ તુટી ગયો હોવાથી લીકેજ બંધ ન થતાં વધુ હાલાકી ઉભી થઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે તમામ સલામતીના પગલાં સાથે પહોચી ભરેલા આ ટેન્કરને આંબલી રોડ પર સલામત સાથે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે સરખેજ-બાવળા હાઈવે પર સનાથન ચોકડી પાસે આજે સવારે પેટ્રોલ ભરેલું ટેન્કર ડ્રાઈવરે રોડની એક સાઈડ પર પાર્ક કર્યું હતું. આ વખતે પાછળથી આવી રહેલી એક ટ્રેકટરના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર ધડાકાભેર ટેન્કરની પાછળના ભાગે અથડાતા હતા.
અકસ્માત સર્જાો એમ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થવા પામી ન હતી પરંતુ ટ્રેકટર રસ્તાથી ટેન્કરના પાછળનાભાગે અથડાયું હોવાથી ટેન્કરનો વાલ્વ તૂટી ગયો હતો અને પેટ્રોલ લીકેજ થતા રોડ પર પેટ્રોલની રેલમછેલ થઈ ગઈ હતી. રોડ પર પેટ્રોલ ઢોળાતા આગ લાગવાની શકયતા હોવાથી લોકોએ ભારે નાસભાગ કરી થતાં ભયનો માહોલ ઉભો થયો હતો અને સ્થાનિક લોકોએ સલામત માટે રોડ પરના વાહનો તેમજ લોકોની અવરજવર અટકાવી દીધી હતી.

આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવેલા છે.ગાડીઓમાં ર૦થી વધુફાયર બ્રિગેડના જવાનો યથાવત ચેકીગ ખાતે દોડી ગયા હતા.  ફાયર બ્રિગેડના જવાનોએ પ્રથમ તો ટેન્કરનો વાલ્વ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાલ્વ તૂટી ગયો હોવાથી પેટ્રોલ લીકેજ બંધ ન થતા વધુ હાલાકી ઉભી થઈ હતી.

સનાથળ ચોકડી પાસે મોટાપાયે વાહનો અને લોકોની અવરજવર થતી હોવાથી કોઈ મોટી દુઘર્ટના બને તેવી શંકા સેવાઈ રહી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ તાબડતોબ સલામતીના પગલાં ભરવાનું કર્યું હતું અને રોડ પરનો ટ્રાફિક અટકાયત કરી ફાયરબ્રિગેડની ગાડીઓ સાથે રાખી પેટ્રોલ લીકેજ થઈ રહેલા ટેન્કરને આંબલી રોડ પર ખસેડી લીધું હતું. ફાયરબ્રિગેડની આ કાર્યવાહી દરમ્યાન ભારે ઉત્તેજના છવાઈ હતી.

ટેન્કરમાંથી પેટ્રોલ લીકેજ થતાં વિપુલ પ્રમાણ પેટ્રોલનો જથ્થો વેડફાઈ ગયો હતો આ ટેન્કર પેટ્રોલ ભરીને આવી હતી અને કંઈ તરફ જઈ રહયું હતું તે અંગેની કોઈ ચોકકસ માહિતી હાલ જાણવા મળી નથી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસો પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.