Western Times News

Gujarati News

CBIમાંથી બોલું, પાર્સલમાં ડ્રગ્સ છે કહી આરોગ્ય અધિકારીના 32 લાખ ઓનલાઈન પડાવ્યા

વડોદરાના આરોગ્ય વિભાગના અધિકારી સાઈબર ફ્રોડના ઝાંસામાં

વડોદરા, શહેરના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી સાથે ભેજાબાજોએ કસ્ટમ અધિકારી, ક્રાઈમ બ્રાન્ચ અધિકારી અને સીબીઆઈના નામે ૩ર.પ૦ લાખની ઠગાઈ કરતાં સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

પર વર્ષીય આરોગ્ય અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું કે, ૧૯ મેના રોજ મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે મારા નામે પાર્સલ બેંગ્કોક જઈ રહ્યું જેમાં પ્રતિબંધિત ડ્રગ્સ, લેપટોપ, મોબાઈલ ફોન, કપડાં સહિત ગેરકાયદેસર કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. મંજૂરી આપો તો અમે પાર્સલ અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને માહિતી આપીએ. જેની મેં સંમતિ આપી હતી

જેની ર૦ મિનિટમાં બીજા નંબરથી ફોન આવ્યો હતો અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું કહી પાર્સલમાં વસ્તુઓ અંગે પૂછપરછમાં સહકાર નહીં આપો તો ધરપકડ થશે એમ જણાવતાં ગભરાઈ ગયો હતો. બાદમાં મને એપ ડાઉનલોડ કરાવી વીડિયો કોલ પર નિવેદન લઈ બેન્ક ખાતાની પૂછપરછ કરી હતી. ખાતામાં ફ્રોડ રૂપિયા આવ્યા છે કહી નિવેદનપૂર્ણ થયું છે

એવું જણાવી સીબીઆઈનો લેટર મોકલ્યો હતો જેમાં તપાસ માટે હું સહમતી આપુ છું એમ જણાવ્યું હતું. અંતે તપાસ ચાલે ત્યાં સુધી ખાતામાં જે રકમ છે એ જમાં રાખવાનું કહી અલગ અલગ રીતે ભયમાં મૂકયો હતો. સીબીઆઈમાંથી બોલું છું એમ કહી રપ લાખ રૂપિયા એસબીઆઈમાં જમા કરાવવાનું કહી મારી મિલકત અંગે પૂછપરછ કરી હતી.

રૂપિયા રપ લાખ જમા કરાવ્યા બાદ મને વધુ ૭.પ૦ લાખ રૂપિયા જમા કરાવવા માટે દબાણ કરતાં મારા ભાઈ પાસેથી એ રકમ લઈ એમના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૧૦ લાખની માંગ કરતાં અંતે મને છેતરપિંડીની શંકા ગઈ હતી અને મેં સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે એમ ફરિયાદમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.