Western Times News

Gujarati News

ધનસુરાના ખિલોડીયા ગામની વિધવા માતાનો ૧૫ વર્ષીય પુત્ર શાળામાં ગયા પછી અપહરણ થતા ચકચાર

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં કોલેજ રોડ પરથી પસાર થતી યુવતીના અપહરણની ઘટનાની શાહી તો હજુ સુકાઈ નથી ત્યારે ધનસુરા તાલુકાના ખિલોડીયા ગામનો અને આકરૂન્દ ગામની પી.કે.ફણસે વિદ્યાલય ધોરણ-૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળામાં થી મિત્ર સાથે વહેલો ઘરે આવવા નીકળ્યા પછી એકનેક પુત્ર એકાએક ગૂમ થઇ જતા વિધવા માતા પર આભ તૂટી પડ્યું હતું

બેબાકળી બની સતત એક દિવસ શોધવા પછી પણ તેનો પુત્ર મળી ન આવતા વિધવા માતાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં તેના ૧૫ વર્ષીય પુત્રના અપહરણ ની ફરિયાદ નોંધાવતા ધનસુરા પોલીસ ૧૫ વર્ષીય સગીરની શોધખોળ હાથધરી હતી

ખીલોડા ગામમાં ઘરકામ કરી જીવનનિર્વાહ ચલાવતા ૪ મહિના અગાઉ પતિનું હૃદયરોગ થી મોત નિપજતા વિધવા બનેલ સવિતાબેન નાનસિંહ મકવાણા નો ધો.૧૦ માં આકરૂન્દ પી.કે.ફણસે વિદ્યાલયમાં અભ્યાસ કરતો જતીનસિંહ ઉર્ફે ગફુર (ઉં.વર્ષ-૧૫) સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર અને સહાધ્યાયી શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયા પછી ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે ની બીક લાગતા પુલીયા નજીક ગરનાળા પર બેસી તેના મિત્રને ઘરે જવાનું કહેતા તેનો મિત્ર ઘરે પહોંચી ગયો હતો


જતીન ઘરે સમયસર ન પહોંચતા તેની માતાએ અને પરિવાજનોએ શોધખોળ હાથધરી હતી કેનાલ નજીક થી જતીનના ચપ્પલ મળી આવતા ગ્રામજનોએ કેનાલમાં અને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથધરાવા છતાં પુત્રની ભાળ નહિ મળતા સવિતા બેને તેમના પુત્રનું અપહરણ થયું હોવાનું જણાતાં ધનસુરા પોલીસ સ્ટેશને અજાણ્યા ઈસમે અપહરણ કર્યું હોવાનું જણાવતા ધનસુરા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૬૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

જતીનના ચપ્પલ ગામની નજીક પસારથતી કેનાલ પાસેથી મળી આવતા ધનસુરા પોલીસ અને મામલતદાર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોડાસા અને હિંમતનગરની ફાયરબ્રિગેડની ટિમ બોલાવી શોધખોળ હાથધરાવા છતાં ગૂમ સગીર જતીનના કોઈ સગડ હાથ ન લાગતા પોલીસે સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.