Western Times News

Gujarati News

વિરમગામમાં બે વર્ષથી જાહેર માર્ગ પર ગટરના પાણી ઉભરાતા કાઉન્સિલરના નામ જોગ બોર્ડ મુકવામાં આવ્યુ

વિરમગામ:વિરમગામ ના બોરડી બજાર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ઉભરાતી ગટરનો પ્રશ્ન યથાવત છે ત્યાંના રહિશો વેપારીઓ દ્રારા અનેકો વાર નગરપાલિકા તંત્ર ને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી તેમ છતાં આ પ્રશ્ન નો ઉકેલ ન આવતા. બોરડી બજાર , ચોકસી બજાર , કાપડ બજાર , મોટી બજાર ના વેપારીઓ દ્રારા જાહેર માર્ગ પર બોર્ડ મુકવામાં આવ્યુ જેમાં જાગો છો કે સુઈ ગયા ?

વોર્ડ નં ૬ ના કાઉન્સિલર (૧) વિજયભાઈ સોની (૨) નવદિપભાઈ ડોડીયા (૩) પ્રિતીબેન ઠક્કર (૪) સુશીલાબેન દવે આ પ્રશ્ન નું નિરાકરણ આવશે કે કેમ ? અમારા વેપારીઓનુ કોણ ? એવો કટાક્ષ કરી વેપારીઓ પોતાની ફરિયાદ કરી વ્યથા ઠાલવવામાં આવી છે. જો કે હાલ વિરમગામ નગરપાલિકામાં ભાજપની બોડી છે અને આ વોર્ડ ના ચારે કાઉન્સિલર પણ ભાજપને છે તેમ છતાં બે વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવતો નથી તો નામ જોગ બોર્ડ મુકતા નગરપાલિકા તંત્ર અને કાઉન્સિલર ઉકેલ લાવે છે કે નહિં તે જોવાનુ રહ્યું ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.