Western Times News

Gujarati News

ભારતીય આઈસક્રીમ ઉદ્યોગ અભૂતપૂર્વ વૃદ્ધિ દર સાથે તેના સુવર્ણ યુગમાં પ્રવેશ્યો

 ઈન્ડિયન આઈસક્રીમ એક્સપોએ ગાંધીનગરમાં 22 દેશોની યજમાની કરી ગુજરાતમાં ભારતના આઈસક્રીમ ઉદ્યોગનો સૌથી મોટો મેળાવડો

ગાંધીનગર, 30 ઓગસ્ટ, 2024: ઈન્ડિયન આઈસક્રીમ એક્સપો (આઈઆઈસીઈ) ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રીજીથી પાંચમી સપ્ટેમ્બર, 2024 સુધી રોમાંચક 12મી એડિશન માટે સજ્જ થઈ રહ્યો છે. ઈન્ડિયન આઈસક્રીમ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આઈઆઈસીએમએ) દ્વારા આયોજિત અને એઆઈએમ ઇવેન્ટ્સ દ્વારા સંચાલિત આ મહત્વની ઇવેન્ટમાં વૈશ્વિક આઈસક્રીમ ઉદ્યોગમાં અત્યાધુનિક નવીનતાઓ તથા ઊભરતા પ્રવાહો દર્શાવવામાં આવશે.

Indian Ice Cream Expo Hosts 22 Countries in Gandhinagar

આઈઆઈસીઈ 2024 આઈસક્રીમ ઉત્પાદન અને વિતરણમાં થયેલી પ્રગતિ જાણવા માટેનું એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ પૂરું પાડશે. ભાગ લેનારા લોકો ઉદ્યોગજગતની હિલચાલ, મહત્વની નેટવર્કિંગ તકો અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંભવિત જોડાણની તકોની અપેક્ષા રાખી શકશે. તમે ઉત્પાદક હોવ, ડિસ્ટ્રીબ્યુટર હોવ કે પછી માત્ર આઈસક્રીમ ઉદ્યોગ અંગે ઉત્સાહ ધરાવતા હોવ, આ એક્સપો એવી આંતરદ્રષ્ટિ અને જોડાણો આપશે જે આઈસક્રીમ માર્કેટના ભવિષ્યને આકાર આપી શકે છે.

ભારતીય આઈસક્રીમ ઉદ્યોગ તેના સુવર્ણ યુગની મધ્યાહને છે જે વિશ્વભરમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર ધરાવતા દેશો પૈકીનો એક હોવાનું દર્શાવે છે. આ સેક્ટરે 12-15 ટકાનો અભૂતપૂર્વ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવ્યો છે અને 14 વર્ષ પહેલા રૂ. 2,500 કરોડના ટર્નઓવરથી હવે 2024માં રૂ. 30,000 કરોડથી વધુનું ટર્નઓવર નોંધાયું છે. વાડીલાલ, અમૂલ, હેવમોર, ક્રીમબેલ, ડેરી ક્લાસિક, અરૂણ આઈસક્રીમ, સ્કૂપ્સ, ગિયાની અને શીતલ જેવી અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા આ નોંધપાત્ર વિસ્તરણ જોવા મળ્યું છે.

ઈન્ડિયન આઇસક્રીમ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આઈઆઈસીએમએ) ના પ્રમુખ સુધીર શાહે ઉદ્યોગની નોંધપાત્ર સફળતા માટે આઈઆઈસીએમએના સમર્પિત પ્રયત્નોને શ્રેય આપ્યો હતો. એસોસિએશને અદ્યતન ટેકનોલોજી, ઘટકો અને પેકેજિંગ મટિરિયલ પ્રોવાઇડર્સને એક છત નીચે લાવતા ટ્રેડ એક્ઝિબિશનના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઈઆઈસીએમએએ એફએસએસએઆઈ, જીએસટી, લીગલ મેટ્રોલોજી અને ફૂડ પ્રોસેસિંગ વિભાગ જેવી નિયમનકારી સંસ્થાઓ સાથે ઉદ્યોગની સમસ્યાઓના ઉકેલમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

રિટેલ સેગમેન્ટમાં જીએસટી દરની વિસંગતતાઓને સંબોધવામાં આઈઆઈસીએમએની હિમાયત મહત્વની રહી હતી, જે અગાઉ 5 ટકાથી 18 ટકા સુધીની હતી. આઈઆઈસીએમએના સતત પ્રયાસોને કારણે સરકારે આ દરોની સ્પષ્ટતા કરી છે.

આઈઆઈસીએમએના સેક્રેટરી આશિષ નાહરે ભારપૂર્વક જણાવ્યું હતું કે એસોસિએશને તાજેતરમાં સરકારને વિનંતી કરી છે કે તે ઉદ્યોગના વિકાસને વધુ વેગ આપવા અને ગ્રાહકો માટે પ્રોડક્ટ્સને વધુ સસ્તી બનાવવા માટે આઈસ્ક્રીમ પરના જીએસટી દરોમાં ઘટાડા અંગે વિચાર કરે. “આઇસક્રીમ અગાઉ વૈભવી વસ્તુ ગણાતી હતી પણ હવે તેમાંથી રોજબરોજના ડેઝર્ટમાં વિકસી છે જેને તમામ સામાજિક-આર્થિક વર્ગોના લોકો દ્વારા માણવામાં આવે છે. ઘણા નાના નગરોમાં તે કપ દીઠ રૂ. 5 જેટલા ઓછા ભાવે વેચાય છે, જે તેને વંચિત લોકો માટે કેલરીનો અત્યંત સસ્તો સ્ત્રોત બનાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.