Western Times News

Gujarati News

ભારત વિકાસ પરિષદ બાયડ શાખા દ્વારા રક્તદાન શિબિર કેમ્પ યોજાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભારત વિકાસ પરિષદ બાયડ શાખા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર – બાયડ આયોજિત અને પુનિત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ ર્નસિંગ કોલેજના સહયોગથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ આદર્શ ર્નસિંગ કોલેજ બાયડ ખાતે યોજાયો. જેમાં બ્લડ ૧૮ યુનિટ થયું હતું. રક્તદાતાને સર્ટિફિકેટ અને ગિફ્‌ટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ બાયડ શાખાના પ્રમુખ ડૉ.મિનેષભાઈ ગાંધી, પુનિત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ પટેલ, આદર્શ ર્નસિંગ કોલેજના આચાર્ય જીનલબેન સોની, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન દેવચંદભાઈ પરમાર, ભા.વિ.પ .બાયડ શાખાના મંત્રી ધર્મેશ સોની, ખજાનચી કુમુદભાઇ ભાવસાર, ઉપપ્રમુખ અતુલભાઇ મહેતા,

સહમંત્રી ગિરીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ડૉ.સુનીલભાઇ શાહ,ડૉ. કંદર્પભાઈ પટેલ,રાજુભાઈ શાહ, ઉમેશભાઈ શાહ, હિતેશભાઈ સોની, કાર્તિકભાઈ પટેલ,ગીરીશભાઈ દરજી,ડૉ. સતિષભાઈ પટેલ,ભાવેશભાઈ પટેલ, મેહુલભાઈ પાઠક, કમલેશભાઇ શાહ,રોશનભાઇ પટેલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હિંમતનગરનો સ્ટાફ, આદર્શ ર્નસિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.