Western Times News

Gujarati News

મંદિરમાં ચોરીને અંજામ આપતો શખ્સ CCTV કેમેરામાં કેદ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં ભાટિયા સોસાયટી ખાતે જ્વાલામુખી મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમ મંદિરમાં પ્રવેશ કરી અને કોઈક સાધન વડે ભગવાનની આરતી કરવા માટેનું પિત્તળની ધાતુ કાઢી અને પોતાના શર્ટની નીચે સંતાડી અને ગણતરીની સેકન્ડમાં જ લઈને રફુચક્કર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

લો બોલો હવે અજાણ્યા ચોરી ઈસમો ઘરને નિશાન બનાવતા બનાવતા હવે મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે. હા તેવી જ એક ઘટના ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં આવેલ માર્કેટિંગ યાર્ડના ભાટિયા સોસાયટીમાં જ્વાલામુખી મંદિર આવેલું છે.

જ્યાં એક અજાણ્યો ઈસમ મંદિરના દરવાજા ખોલી મંદિરમાં પ્રવેશ કરી કોઈક સાધન વડે જાળીમાં હાથ નાખી અને ભગવાનની આરતી માટે વાપરવામાં આવતો પિત્તની ધાતુની આરતી કાઢી અને પોતાના શર્ટની નીચે સંતાડી દીધી હતી.

ત્યારે એક મહિલા મંદિરમાં દર્શન કરવા માટે આવે એટલામાં એ ઇસમ થોડી ક્ષણ માટે તો ઉભો થઈ જાય છે. જેવી મહિલા એ જગ્યા બદલે છે તેટલામાં મંદિરનો દરવાજો ખોલી અને અજાણ્યો ઈસમ પિત્તળની આરતી લઈને ફરાર થઈ જાય છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.