Western Times News

Gujarati News

ગલ્ફ ઓઇલે બજાજ ઓટો સાથે એનું વ્યૂહાત્મક જોડાણ રિન્યૂ કર્યું

મુંબઈ, અગ્રણી આંતરરાષ્ટ્રીય લ્યુબ્રિકન્ટ કંપની ગલ્ફ ઓઇલ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (ગલ્ફ ઓઇલ)એ બજાજ ઓટો સાથે વધુ ત્રણ વર્ષ માટે એની સમજૂતીને રિન્યૂ કરીને સંબંધોને વધારે મજબૂત કર્યા છે. આ સમજૂતી બજાજ ઓટો ટૂ-વ્હીલરનાં ગ્રાહકો માટે એક્સક્લૂઝિવ, બેસ્ટ-ઇન-ક્લાસ બજાજ જેન્યૂઈન એન્જિન ઓઇલ્સનું ઉત્પાદન કરવા માટે થઈ છે. ગલ્ફ ઓઇલ 20થી વધારે દેશોમાં બજાજ ઓટોનાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સપ્લાઇંગ લ્યુબ્રિકન્ટ્સ છે.

આ સમજૂતી પર મોટરસાયકલ યુનિટનાં પ્રેસિડન્ટ શ્રી સારંગ કનાડે અને ગલ્ફ ઓઇલ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિ ચાવલાએ પૂણેમાં આયોજિત એક સમારંભમાં હસ્તાક્ષર કર્યા હતા.

ગલ્ફ ઓઇલ બજાજ ઓટોનાં વિતરણ નેટવર્કમાં અને એના પોતાના ડિલર નેટવર્કમાં આ જેન્યૂઇન ઓઇલ્સનું વિતરણ કરવાનું જાળવી રાખશે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ગલ્ફ રુરલ સ્ટોકિસ્ટ પ્રોગ્રામ હાથ ધરશે. ગલ્ફ ઇલ 15,000થી વધારે આઉટલેટ્સમાં બજાજ જેન્યૂઇન ઓઇલ્સની હાજરી નોંધપાત્ર રીતે વધારવા અને વ્યવસાયને સતત વધારવા એની ચેનલનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.

ગલ્ફ ઓઇલ લ્યુબ્રિકન્ટ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિ ચાવલાએ કહ્યું હતું કે, “મને બજાજ ઓટો સાથે સમજૂતી રિન્યૂ કરવાની ખુશી છે. બ્રાન્ડ સાથે અમે વર્ષ 2016માં જોડાણ શરૂ કર્યું હતું. આ ટૂ-વ્હીલર કેટેગરીમાં અમારું પ્રથમ ઓઇએમ જોડાણ છે, જે અમને મોટરસાયકલ ઓઇલમાં વધારે વૃદ્ધિ કરવા માટે મદદરૂપ થશે, જેમાં અમે ‘બાઝાર’ સેગમેન્ટમાં મજબૂત હાજરી ધરાવીએ છીએ. આ સમજૂતીનું એક્ષ્ટેન્શન અમારા ક્લાયન્ટને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે.”

મોટરસાયકલ બિઝનેસ યુનિટનાં પ્રેસિડન્ટ શ્રી સારંગ કનાડેએ કહ્યું હતું કે, “અમને ગલ્ફ ઓઇલ સાથે અમારું જોડાણ લંબાવવાની ખુશી છે. ભારતમાં એનું શ્રેષ્ઠ આરએન્ડડી સેટઅપ અને ઉત્પાદન સુવિધાઓ છે તેમજ એનું શ્રેષ્ઠ વિતરણ નેટવર્ક પ્રોડક્ટને આખા ભારતમાં ઉપલબ્ધ કરાવવા સક્ષમ છે. સાથે સાથે અમારા ચેનલ પાર્ટનર્સ તેમજ ગ્રાહકોને ઉચ્ચ મૂલ્ય સતત પ્રદાન કરશે.”

અત્યારે ગલ્ફ ઓઇલ ભારતીય વિસ્તારમાં કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ પ્રદાન કરવા વિવિધ ઉત્પાદકો સાથે જોડાણ ધરાવે છે. ગલ્ફ ઓઇલ સંપૂર્ણ ઓટોમોટિવ અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમને સેવા આપે છે, જેનું સ્પેશ્યલાઇઝ લ્યુબ્રિકન્ટ્સ પર્ફોર્મન્સ અને યુટિલિટી વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.