Western Times News

Gujarati News

ચેક બાઉન્સ કેસમાં ર૦ ટકા રકમ જમા કરાવવી પડશે

court-dismisses-complaint-in-cheque-return-case

પ્રતિકાત્મક

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મહતવપૂર્ણ આદેશ આપતાં કહ્યું છે ચેક બાઉન્સ થવાના કેસમાં દંડિત થયા બાદ અપીલ દાખલ કરવા માટે ચેકની રકમની ર૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત છે. નિર્ધારિત રકમ જમા કરાવવાની આ જાગવાઈ ર૦૧૮ પહેલાના કેસમાં પણ લાગુ પડશે.

હવે એવું કહીને નહીં બચી શકાય કે સંશોધન બાદમાં થયું છે અને કેસ તો જુનો છે. વર્ષ ર૦૧૮માં નેગોશિયેબલ ઈન્સ્ટમેન્ટની એક્ટની કલમ-૧૪૮માં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન હેઠળ ચેક બાઉન્સના એવા મામલા જેમાં આરોપીને દંડિત કરાઈ ચૂક્યા છે

તેમાં જા અપીલ દાખલ થાય છે. તો તેના માટે ચેકની રકમની ર૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત કરી દેવામાં આવી હતી. જસ્ટિસ​ અશોક ભૂષણની પીઠે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે કલમ તમામ મામલામાં લાગુ થશે. જા તેને લાગુ કરવામાં નહીં આવે તો સંશોધનનો આખો હેતુ જ માર્યો જશે.

આ મામલો અંદાજે ૩૬ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ સાથે જોડાયેલો હતો જેમાં એક ફર્મના પાર્ટનરને નિવૃત્ત થવા પર ચૂકવણું કરવામાં આવ્યું હતું. ભાગીદારે પંચકૂલા મેજિસ્ટ્રેટ અદાલતમાં કેસ નોંધાવ્યો હતો જેણે ફર્મના ડાયરેકટરોને બે વર્ષની સજાની સાથે ચેકમાં લખેલી કુલ રકમના એક ટકા રકમ વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને ફર્મે અપીલ અદાલતમાં પડકાર્યો હતો. સાથે જ સજા ઉપર પણ સ્ટે આપવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.