Western Times News

Gujarati News

ઓલ ઇન્ડિયા N.C.C એડવાન્સ લીડરશીપ કેમ્પમાં કેડેટ્સ વ્યક્તિત્વ ઘડતરની તાલીમ લઇ રહ્યા છે.

આણંદ:  એન.સી.સી. કેડેટ્સના વ્યક્તિત્વ ઘડતર માટે ઉમરેઠ તાલુકાના થામણા ખાતે ૪ ગુજરાત બોય્સ બટાલીયન એન.સી.સી. દ્વારા રાષ્ટ્રીય સ્તરનો ૧૨ દિવસના એડવાન્સ લીડરશીપ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કેમ્પના પ્રથમ દિવસની તાલીમ વિશષ “બાહ્મ પ્રવૃતિ આધારિત“ કેડેટ પ્રોગામથી શરૂ થઇ હતી. જે આઇસ બ્રેકર્સ કવાયતોથી શરૂ થઇ છે. કેમ્પના બીજા દિવસે પૂર્વ એન.સી.સી. કેડ્ટસ  એક્સપા ટ્રેનર્સ દ્વારા કેમ્પમાં ભાગ લઇ રહેલા 300 કેડેટસને  સ્વઅનુભવો શેયર કર્યા હતા જેની તાલીમાર્થીઓ ઉપર સકારાત્મક અસર થઇ હતી.

આગામી દિવસોમાં આ કેમ્પમાં કેડેટ્સમાં દેશદાઝ જાગે તેમજ તેમના વ્યક્તિત્વનું ઘડતર થાય તે માટે નેતૃત્વ, વ્યક્તિત્વના વિકાસ, કોમ્યુનિકેશન કુશળતા, જાતિય સતામણીના મુદ્દાઓ, રચનાત્મક બોધ્ધિમતા, જુથ કામગીરી,નિર્ણાયકતા,જેવા ગુણો જે ઓફિસરમાં હોય છે તેનું  સિંચન કરવા માટે ભારતભરમાંથી વિવિધ ટ્રેનરો આવીને કેડેટ્સને તાલીમ આપી માર્ગદર્શ પુરૂ પાડશે.

સમગ્ર દેશમાંથી નવ ડોમેન એક્સપર્ટ એનસીસી કેડેટ્સની તેમની સુષુપ્ત નેતૃત્વ સંભવિત કરવા માટે વ્યક્તિત્વ વૃધ્ધિ, સોફ્ટ સ્કિલ્સ, કોમ્યુનિકેશન કુશળતા, વિવિધ જાગૃતિ અને દિક્ષાની વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા જાગૃત કરવા માટે એચઆર અને મેન્જમેન્ટ તકનીકોની આ કેમ્પમાં તાલીમ લઇ રહ્યા છે.

આ ટ્રેનીંગ તેઓને ભારતીય સેનામાં જોડાવવા માટેની પ્રથમ કારકિર્દી પસંદગીમાં ઉપયોગી નિવડે છે જેને કેન્દ્ર સ્થાને રાખીને આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ કેમ્પ દરમિયાન તાલીમાર્થીઓને વિવિધ તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.