Western Times News

Gujarati News

અરવલ્લીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના તાયફા : મોતની મુસાફરી યથાવત  

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ૩૧મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં અકસ્માત મુક્ત અરવલ્લી ના અભિયાન અંતર્ગત મોડાસાના ચાર રસ્તે વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકને લગતા નિયમો અંગેની માર્ગદર્શક પત્રિકા સાથે ગુલાબફુલ અપાયા હતા. વાહન ચાલકોને ગુલાબ ફુલ સાથે વાહન ચાલકો અને કંડકટરોએ ફરજીયાત અમલ કરવા સારૃના નિયમો સહિત માહિતી પત્રિકાનું વિતરણ કરાયું હતું બીજીબાજુ આરટીઓ તંત્ર અને ટ્રાફિક પોલીસતંત્રની મીલીભગત થી ખાનગી વાહનચાલકો બિન્દાસ્ત જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર ખીચોખીચ મુસાફરો ભરી અને છત પર મુસાફરો બેસાડી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે ત્યારે ખાનગી જીપ ચાલકનો મોતની મુસાફરી કરાવતો વિડીયો કેમેરામાં કેદ થતા જવાબદાર તંત્ર સામે અનેક પ્રશ્નો પેદા થયા છે
ગતિશીલ ગુજરાતમાં મોત ની સવારી થી અસંખ્ય નિર્દોષ લોકો મોત ના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા છતાં રાજ્ય સરકાર અને જવાબદાર તંત્રની આંખો ખુલતી નથી રાજ્યમાં 8,000 લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે. જયારે સરેરાશ રોજ એક વ્યક્તિ અકસ્માતથી મોતને ભેટે છે. 60 ટકા અકસ્માતો આંખની નબળાઈના કારણે થાય છે તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો
અરવલ્લી જીલ્લામાં કાયદાની ઐસી તૈસી કરી ખાનગી ટ્રાવેલ્સ વાળા અને જીપો સહીત શટલીયા વાળાઓ તેમના વાહનોમાં ખીચો ખીચ મુસાફરોને ભરી રૂપિયા કમાવાની લાહ્ય માં જીલ્લાના માર્ગો પર થી ખુલ્લે આમ પસાર થઈ રહ્યા છે અને બેફામપણે ભાડામાં પણ લૂંટ ચલાવી મુસાફરોને લૂંટી રહ્યા છે ત્યારે ખાનગી જીપો અને લકઝરી બસોમાં  પણ મોતની સવારી ખુલ્લેઆમ થઈ રહી છે ખાનગી વાહનનો સામે ટ્રાફિક ડ્રાઈવના નામે કામચલાઉ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરતુ જીલ્લા આરટીઓ તંત્ર અને જીલ્લા ટ્રાફિક તંત્ર ખાનગી વાહનચાલકોને છાવરતુ  હોય તેવું લાગી રહ્યું છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.