Western Times News

Gujarati News

પ્રાંતિજ ના વાધપુર પ્રાથમિક શાળા માં વ્યાખ્યાન માળા કાર્યક્રમ મણકો-૧ કાર્યક્રમ યોજાયો

દર મહિને બાળકો ને શિક્ષણ ની સાથે કઇક નવુ મળે તે હેતથી કાર્યક્રમ યોજાશે  .
ભણતર ની સાથે સારા વિચારો જ્ઞાન પુરૂ પાડવામા આવશે .
વાલીઓ ગ્રામજનો SMC ના સભ્યો ઉપસ્થિત રહ્યાં 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના વાધપુર પ્રાથમિક શાળા માં વ્યાખ્યાન માળા કાર્યક્રમ મણકો-૧ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા જીગ્નેશભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત રહીને સોવકોઇ ના દિલ જીતી લીધા હતાં.

વાધપુર પ્રાથમિક શાળા દ્વારા બાળકો ને ભણતર ની સાથે કંઇક નવું જ અને જીવન ઉપયોગી શાળા ના વિધાર્થીઓને મળે તે હેતુથી વધુ વાધપુર પ્રાથમિક શાળા દ્વારા દર મહિને વ્યાખ્યાન માળા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મણકો-૧ કાર્યક્રમ ને લઇને ચિંતનાત્મક સિંચન ની બાળકળા  વિષે વકતા જીગ્નેશભાઇ પી.પટેલ દ્વારા પોતાનું વકતવ્ય આપ્યું હતું જેમાં માજી તાલુકા સદસ્ય જીવન સિંહ ચૌહાણ  , માજી સરપંચ દોલતસિંહ  , સીઆરસી દિનુ સિંહ રાઠોડ  , SMC સભ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો શાળા ના આચાર્ય વિરાટ સિંહ ઝાલા તથા અરવિંદસિંહ રાઠોડ સહિત સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડિમ્પલ બેન ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.