Western Times News

Gujarati News

મેટ્રો કેશ એન્ડ કેરીએ સુરતમાં કામગીરીને મજબૂત કરી

બહોળી પસંદગી અને સારી ઓફર્સ સાથે જગ્યાના વિસ્તૃતિકરણ સાથે સ્ટોરનું નવીનીકરણ

  • નવીનીકરણ પામેલા અને 36,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા સ્ટોરનું આજે ઉદ્ઘાટન કરાયુંઃ વિવિધ કેટેગરીમાં 7500 જેટલી ડિઝાઇન
  • નવીનીકૃત સ્ટોરમાં એક વધારાનો ફ્લોર પણ હશે, જેમાં બાળકો અને મહિલાઓના એપેરલ્સ-ફૂટવેરની સાથે ફર્નીચર, ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ અને ઇલેક્ટ્રોનિક્સની વિસ્તૃત રેન્જ હશે.
  • મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાએ 2016માં સુરતમાં સ્ટોર શરૂ કર્યો હતો.

ભારતના સૌથી મોટા સંગઠિત જથ્થાબંધ વેપારી અને ખાદ્ય નિષ્ણાત મેટ્રો કેશ એન્ડ કેરી આજે, વીઆઈપી રોડ, અલથાણ ચાર રસ્તા, સુરત ખાતે સ્થિત તેના નવીનીકૃત સ્ટોરનું ઉદ્ઘાટન કરશે. નવીનીકૃત સ્ટોર જે અગાઉના સ્ટોરના કદ કરતા બમણો અને 36,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. જ્યાં તમામ કેટેગરીની પ્રોડક્ટમાં બહોળી પસંદગી મળી રહેશે. વિશાળ પસંદગી ઉપરાંત, ગ્રાહકોને લેવિસ જીન્સ રૂ. 999માં અને પુમાના શૂઝ  રૂ. 1299માં જેવી અનન્ય ઓફર્સ મળશે.

નવીનકૃત સ્ટોરનું ઉદ્ઘાટન પૂર્વ કાઉન્સિલર શ્રી સુનિલભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મનીષ સબનીસ, ડિરેક્ટર – ઓફર મેનેજમેન્ટ, સપ્લાય ચેન અને ઓન બ્રાન્ડ, મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા અને અંબુજ નારાયણ, હેડ ઓપરેશન્સની સાથે કંપનીના મહાનુભાવો અને મુખ્ય સપ્લાયર પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી મનિષ સબનીસ (ડિરેક્ટર-ઓફર મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન અને ઓન બ્રાન્ડ, મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા)એ જણાવ્યું હતું કે, “સુરત અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે અને મેટ્રોને સફળ બનાવવા બદલ અમે સુરતના વેપારી સમુદાયનો આભાર માનીએ છીએ. અમારા સમજદાર ‘સુરતી’ વ્યવસાયિક સમુદાયને બમણી પસંદગી અને બમણો નફો ઓફર કરવા માટે અમે અમારા સ્ટોરનું કદ બમણું કર્યું છે. શહેરના અમારા નવીનીકૃત સ્ટોરમાં 1 લાખ રજિસ્ટર્ડ ગ્રાહકોને ફૂડ અને નોનફૂડ બંનેમાં 7500 જેટલી વેરાઇટી પૂરી પાડીશું. “સ્વતંત્ર વ્યવસાયના ચેમ્પિયન્સ” તરીકે, અમે સ્થાનિક જરૂરિયાતો સાંભળવા અને સમજવાના ઘણા પ્રયત્નો કર્યા છે. ”

આ સ્ટોર આખા શહેરના 1 લાખ રજિસ્ટર્ડ ગ્રાહકોને સેવા પૂરી પાડશે, જેમાં હોટલ-રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ (હોરેકા), સેવાઓ જેવીકે કંપનીઓ, ઓફિસો અને સ્વ-રોજગાર વ્યવસાયિકો સિવાય 35,000થી વધુ વેપારીઓ અને કરિયાણાવાળાનો સમાવેશ થાય છે. સુરત શહેર ઉપરાંત વાપી, બાલડોલી, નવસારી, ભરૂચ જેવા પડોશી બજારોના ગ્રાહકોને પણ સ્ટોરનો લાભ મળશે.

એક જ છત હેઠળ દરેક વસ્તુ, સ્પર્ધાત્મક ભાવો અને સચોટ ગુણવત્તા આપવાનું મેટ્રોનું વચન આઉટલેટ યથાવત રાખે છે –  ‘સ્વતંત્ર વ્યવસાયના ચેમ્પિયન્સ’ હોવાને કારણે, મેટ્રો તમામ સ્થાનિક વ્યવસાયોને સમર્થન આપે છે. અને મેટ્રોના 99% ઉત્પાદનો સ્થાનિક રૂપે એસએમઇ અને સ્થાનિક સપ્લાયર્સ તરફથી જ મેળવવામાં આવે છે. હાલની વિશાળ વર્ગની ડિઝાઇન ઉપરાંત, વધારાના ફ્લોરમાં હવે કિડ્સ અને મહિલા કેટેગરીમાં સંપૂર્ણ નવું કલેક્શન, ઇમ્પોર્ટેડ બ્રાન્ડની બહોળી પસંદગી, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં વિસ્તૃત શ્રેણીની સાથે એપેરલ, ફૂટવેર, ઘરની જરૂરિયાતની વસ્તુ, સ્ટીલ, ફર્નીચર અને મોટી – નાની ટકાઉ વસ્તુઓ મળી રહેશે. કરિયાણાની પસંદગી પણ વિસ્તૃત થશે, જેમાં ચોખા, તેલ, મસાલા, સૂકામેવા, નાસ્તા, બિસ્કિટ, સાબુ વગેરે જેવી રોજિંદી કેટેગરીમાં વધુ બ્રાન્ડ અને પસંદગી જોવા મળશે. જેજે, બાલાજી, ધરતી જેવી ઘણીબધી પ્રાદેશિક અને સ્થાનિક બ્રાન્ડના ઉત્પાદનોની સ્ટોર યજમાની પણ કરે છે.

મેટ્રોએ ગુજરાતમાં સૌપ્રથમ સ્ટોર 2016માં સુરતમાં અને 15 મહિનાના ગાળામાં બીજો સ્ટોર અમદાવાદમાં 2017માં શરૂ કર્યો હતો. મેટ્રો કેશ એન્ડ કેરી એંકર્સ ભારતમાં 3 મિલિયન ગ્રાહક આધારની નજીક છે. આજે, કંપની 27 જથ્થાબંધ વિતરણ કેન્દ્રો ચલાવે છે, જે 5000થી વધુ સપ્લાયર્સને સેવા પૂરી પાડે છે. જેનાથી કંપનીએ દેશભરમાં 14,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.