Western Times News

Gujarati News

મોડાસા તાલુકાના ટીટોઇની  શ્રી પી.એમ. કોઠારી હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

મોડાસા: મોડાસા તાલુકાના ટીટોઇ ગામે શ્રી ટીટોઇ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એમ કોઠારી હાઇસ્કુલ, ટીટોઇમાં ૭૧ મા પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) ની શાળાના પૂર્વ વિધાર્થિની ડૉ. નિતાબેન મુળજીભાઈ શ્રીમાળી ના અધ્યક્ષ સ્થાને ઉજવણી થઇ. શાળા મંડળ શ્રી ટીટોઇ એજ્યુકેશન સોસાયટીના ચેરમેનશ્રી પ્રહલાદસિંહ ચંપાવત (ટોમબાપુ), માનદમંત્રીશ્રી મુળજીભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો, આચાર્ય વિજયભાઈ ભટ્ટ, સુ.વા. બી.સી.શાહ,શાળા સંકુલનો તમામ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ ભૂલકાઓ દ્વારા યોજાયો. સૌ ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળામાં ધોરણ-1 થી 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા માર્ચ/એપ્રિલ-2019 મા તમામ વર્ગના પ્રથમ ક્રમાંક વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના કે.આર.પી. અને આર.પી. ની તાલીમ આપતા ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ સ્કાઉટ શિક્ષક પ્રદીપભાઈ પટેલ અને ઉ.મા.વિભાગના શિક્ષક હીરાભાઈ પટેલ તમામને મંડળ દ્વારા શાલ ઓઢાડી સનમાનીત કરવામાં આવ્યા હતા.

અધ્યક્ષ ડો. નિતાબેન દ્વારા શિક્ષણનું મહત્વ તેમના વક્તવ્યમાં બાળકોને શૈક્ષણિક સુંદર વાત કરી. ડો. નિતાબેન દ્વારા શાળાના તમામ બાળકોને અને તમામ મહેમાનશ્રીઓ અને સ્ટાફને અલ્પહરની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે સુંદર આયોજન બદલ  શાળા સંકુલ તમામ સ્ટાફગણ, અને બાળકોને તૈયાર કરનાર બહેનોને ચેરમેનશ્રીએ અભિનંદન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.