Western Times News

Gujarati News

અરવલ્લી-સાબરકાંઠામાં રણુજાધિશ રામદેવના  પાટોત્સવની ઉજવણી સંપન્ન

મોડાસા: મોડાસાના રાજપુર મંદિરે પણ મહેરામણ ઉમટી પડ્યો  મોડાસા   રવિવારે તા.26 જાન્યુઆરી.2020 ના રોજ મહાસુંદ બીજ..મહા બીજના મંગલ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઠેર ઠેર રણુજાધિશ રામદેવના  પાટોત્સવની ધામધૂમથી ઉજવણી ભારે ઉમંગે કરવામાં આવી હતી.


મોડાસાના રાજપુર(બાકરોલ)ના શ્રી રામદેવજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા-ભક્તિપૂર્વક પાટોત્સવ ઉમંગભેર ઉજવાશે જેમાં આસપાસ ના ગામો ઉપરાત જિલ્લાભરમાંથી રામદેવ ભક્તો ઉમટી પડ્યો હતો.અહીં ભજનકીર્તન અને  સતસંગ અને દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા..

મોડાસા શહેર નજીક દેવાયત પંડિતની સમાધિ સ્થળે દેવરાજ ભુમિમાં પણ પૂ.ધનગીરી બાપુના સાન્નિધ્યે મહાબીજે જામાં જાગરણ પાટોત્સવ ધામધૂમથી જામાં જાગરણ ઉજવાતા અહીં પણ ઠેર ઠેરથી ભક્તોનો સમુદાય જય બાબારીના નાદ સાથે ઉમટી પડ્યો હતો.

મોડાસામાં ધુણાઇ રોડ ઉપર આવેલ દેવભૂમિ નજીક સિદ્ધ રામદેવ મંદિરે ગોવિંદદાસ મહારાજના સાન્નિધ્યે પાટોત્સવ ઉજવાયો હતો.મોડાસા સહિત અરવલ્લી   જિલ્લાભરમાં રામદેવ મંદિરો અને સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર મંદિરોમાં રામદેવ પાટોત્સવ જામા જાગરણ કાર્યક્રમો યોજાયા હતા..રાતભર જાગરણ કરશે.ભજનકીર્તન થયા હતા..મોડાસાના મોટી ઈસરોલ ગામે પૂ.હીરાદાદાના સાન્નિધ્યે અને બાયલ ઢાખરોલ ગામે પંચદેવ મંદિરે પૂ.ચંદ્રકાન્તભાઈ વ્યાસના સાન્નિધ્યે ભક્તો દર્શને ઉમટ્યા હતા. આમ બંને જિલ્લાઓમાં ભાવિકો આજે રામદેવમય બનશે. બાબાની ભક્તિમાં લિન બનશે.. જય અલખધણી..!!!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.