Western Times News

Gujarati News

ભરૂચ રેલવે ગોદી પર અનાજ અને કેમિકલ યુક્ત જીપ્સમ ભળવાના મુદ્દે કલેકટરને રજૂઆત કરાઈ

આંતરરાષ્ટ્રી હિન્દૂ પરિષદ દ્વારા   જીપ્સમ ભળતું અનાજ લોકો ના સ્વાસ્થ્ય માટે નુકશાન કારક : સેજલ દેસાઈ.
જીપીસીબી સમગ્ર મુદ્દે માત્ર નોટિસ આપી સંતોષ માનતી હોવાના આક્ષેપ

ભરૂચ: ભરૂચ ના રેલવે ગોદી પર એક જ ટ્રેક ઉપર અનાજ નો જથ્થો અને કેમિકલ યુક્ત જીપ્સમ ભળવા અનાજ લોકો માટે નુકશાન કારક હોવાના આક્ષેપ સાથે ભરૂચ  આંતરરાષ્ટ્રી હિન્દૂ પરિષદ દ્વારા રેલવે અધિકારીઓ અને જીપીસીબી ના અધિકારીઓ ની નિષ્કાળજી મુદ્દે પગલાં ભરવાની માંગ સાથે કલેકટર ને રજૂઆત કરાઈ હતી.


બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના રેલવે ગોદી ઉપર જીપ્સમ પાવડર ના ખડકલાઓ ઉડી ને વાહનચાલકો ની આંખો માં લગતા વાહનચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે અને સાથે જ નજીક ના વિસ્તારો માં પણ પાવડર ઉડતો હોવાના કારણે લોકો ને શ્વાસ લેવા માં પણ તકલીફ પડી રહી છે.


ત્યારે સમગ્ર કૌભાંડ મીડિયા એ બહાર પાડ્યા બાદ ભરૂચ જીપીસીબી એ માત્ર સ્થળ નિરીક્ષણ કરી નોટિસ ફટકારી સંતોષ માની રહી છે.પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે જીપ્સમ પાવડર ની બાજુ માં જ સરકારી અનાજ નો જથ્થો ઉતારવામાં આવતો હોવાના કારણે જીપ્સમ પાવડર અનાજ ના જથ્થા સાથે ભેળસેળ થવાના કારણે અનાજ લોકો ના સ્વાસ્થ્ય માટે નુકશાન કારક અને ગંભીર રોગો ને નિમંત્રણ આપતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ ના આંતરરાષ્ટ્રી હિન્દૂ પરિષદ દ્વારા  જીપ્સમ પાવડર અને અનાજ ના જથ્થા ને અલગ અલગ ટ્રેક ઉપર ઉતારવા અથવા જીપ્સમ પાવડર લોકો ઉપર ઉડે નહિ અને અનાજ સાથે ભળે પણ નહિ તેવા પ્રયાસો કરવાની માંગ સાથે ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્યો જીએનએફસી ના પ્લાન્ટ મુદ્દે રજૂઆત કરી રેલવે ના જીપ્સમ અને ધઉં ના ભેળસેળ મુદ્દે મૌન કેમ? : એએચપી સેજલ દેસાઈ. આંતરરાષ્ટ્રી હિન્દૂ પરિષદ ના સેજલભાઈ દેસાઈ એ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરતા જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લા ના ધારાસભ્યો જીએનએફસી ના ટીડીઆઈ પ્લાન્ટ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર ને લેખિત રજૂઆત કરી છે.ત્યારે રેલવે માં તાજેતર માં ગરીબો ના અનાજ માં ઝેરીલું જીપ્સમ પાવડર ભળવા મુદ્દે ધારાસભ્યો ચૂપકેદી સેવી રહ્યા છે.જીએનએફસી નો ટીડીઆઈ પ્લાન્ટ જીવલેણ છે કે ગરીબો ના અનાજ માં ભળતું જીપ્સમ પાવડર.ધારાસભ્યો એ આ મુદ્દે રેલવે તંત્ર ને પણ રજૂઆત કરી અનાજ નો જથ્થો સુરક્ષિત રીતે ઠલવાય તેવી માંગ ઉઠાવાની જરૂર હોવાના આક્ષેપો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.