વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચમી ઓક્ટોબરે મુકાબલો

આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા હાલમાં ચેમ્પિયન છે
આઇસીસીએ ભારતમાં યોજાનારા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યાે, ભારત-પાક. મેચ કોલંબોમાં રમાશે
દુબઈ,આઇસીસીના વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં થનારું છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પાંચમી ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબો ખાતેના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે તેમ આઇસીસીએ સોમવારે જાહેર કર્યું હતું.આઇસીસીની વિવિધ ઇવેન્ટ માટે ભારતે તેની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યા બાદ આઇસીસીએ હાઇબ્રિડ મોડેલ અપનાવ્યું છે અને તેથી બંને વચ્ચેની મેચો તટસ્થ કેન્દ્ર પર યોજાશે. આ મુજબ ભારત અને પાકિસ્તાનની વિમેન્સ ટીમ વચ્ચેની પાંચમી ઓક્ટોબરની મેચ માટે કોલંબોની પસંદગી કરવામાં આવી છે.
જોકે ભારત આ ટુર્નામેન્ટની તેની પ્રથમ મેચ શ્રીલંકન વિમેન્સ ટીમ સામે ૩૦મી સપ્ટેમ્બરે બેંગલોર ખાતે રમશે અને ત્યાર બાદ ૨૬મી ઓક્ટોબરે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે જ તે બાંગ્લાદેશ સામે ટકરાશે. આમ બેંગલોર ખાતે આ બે મેચ ફાળવવામાં આવી છે.તાજેતરમાં આઇપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિજયની ઉજવણી બાદ થયેલી ભાગદોડ બાદ એવી એમ કહેવાતું હતું કે બેંગલોરને ભવિષ્યમાં આ પ્રકારની મેગા ઇવેન્ટની મેચ ફાળવાશે નહીં પરંતુ આઇસીસીના સોમવારના નિર્ણય બાદ આ અટકળોનો અંત આવ્યો છે.વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની અન્ય મેચ વિશાખાપટનમ ખાતે યોજાશે. જેમાં નવમી ઓક્ટોબરની સાઉથ આળિકા અને ૧૨મી ઓક્ટોબરની ઓસ્ટ્રેલિયા સામેની મેચનો સમાવેશ થાય છે.
વિશાખાપટનમ ખાતે રમ્યા બાદ ભારતીય વિમેન્સ ટીમ ૧૯મીએ ઇંગ્લેન્ડ સામે ઇન્દોર ખાતે અને ૨૩મીએ ન્યૂઝીલેન્ડ સામે ગુવાહાટી ખાતે રમશે.આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા હાલમાં ચેમ્પિયન છે. ભારતની વિમેન્સ ટીમ અગાઉ કયારેય વિમેન્સ વર્લ્ડ કપ જીતી શકી નથી. આમ આ વખતે ઘરઆંગણે યોજાનારી ટુર્નામેન્ટમાં તેની પાસેથી પહેલી વાર વર્લ્ડ ટાઇટલ જીતવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં મેચો રમાશે. ૩૦મી સપ્ટેમ્બરે તેનો પ્રારંભ થશે અને બીજી નવેમ્બરે ફાઈનલ રમાશે.
જેમાં કુલ ૨૮ લીગ અને ત્રણ નોકઆઉટ મેચ રમાશે. પાકિસ્તાની ટીમ તેની તમામ મેચ કોલંબોમાં રમશે.ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઓક્ટોબરે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરશે.ભારતમાં બેંગલોર, ગુવાહાટી, ઇન્દોર અને વિશાખાપટનમ ખાતે લીગ મેચો તથા શ્રીલંકાના કોલંબો ખાતે પાકિસ્તાનની મેચો રમાશે જ્યારે ફાઇનલ માટે ટુર્નામેન્ટની પરિસ્થિતિ મુજબ સ્થળની પસંદગી કરાશે. પાકિસ્તાન ફાઇનલમાં આવે તો કોલંબોમાં અથવા તો અન્ય ટીમ ફાઇનલ રમે તેવા સંજોગોમાં બેંગલોર ખાતે ફાઇનલ યોજાઈ શકે છે.
પ્રથમ સેમિફાઇનલ ગુવાહાટી અથવા તો કોલંબો અને બીજી સેમિફાઇનલ બેંગલોરમાં રમાનારી છે.વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી ટીમોયજમાન હોવાને નાતે ભારત આપોઆપ આઈસીસી ઇવેન્ટ માટે ક્વોલિફાઈ થયું છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આળિલ અને શ્રીલંકાએ ક્વોલિફાઈ કરી લીધું હતું. બે સ્થાન માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રસાકસી હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વોલિફાયર મેચોમાં રનરેટના આધારે બાંગ્લાદેશ કરતાં પાછળ રહી ગયું હતું. ટુર્નામેન્ટમાં ૨૮ લીગ મેચ બાદ ત્રણ નોકઆઉટ રમાશે. ભારત ૨૦૧૩ બાદ પ્રથમ વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે.SS1