Western Times News

Gujarati News

માણાવદર નગરપાલિકાના સતાધીશૉને રાષ્ટ્રીય પર્વ સમયે જ તંત્રને સૂઝયું ખાડા બૂરવાનું ?

માણાવદર નગરપાલિકા ની ખેંચા ખેંચી માં પ્રજા ના કામૉ માં મુશ્કેલી તૉ છે જ ધાણા વર્ષોથી ઠેર ઠેર સી.સી.રૉડ ની ખુલ્લેઆમ નબળી કામગીરી ના કારણે રસ્તાઓ બદતર બન્યા છે.તેમજ અનેક સ્થળે રીંગ રૉડ ભાંગીને ભુકૉ બૉલી ગયા છે.

માણાવદર શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તા ની હાલત ખખડધજ બની છે.અગાઉ અનેક વખતની ફરીયાદ  પછી પણ કાને ન સાંભળતાં નગરપાલિકા તંત્ર એ 26મી જાન્યુઆરી પર્વ દરમિયાન ઉચ્ચ અધિકારીઑ અને મંત્રીઅઑને શારૂ લગાડવા કરેલી ખાડા બુરવાની કામગીરી થી શહેરીજનોમાં અચરજ સાથે રોષ ફેલાયો છે

શહેરીજનો નો આક્ષેપ છેકે રાષ્ટ્રીય તહેવારૉ વખતે જ માણાવદર નગરપાલિકા તંત્ર દેખાડા પુરતી કામગીરી કરીને સંતોષનો ઓડકાર ખાઇ લેતી હોય  હેરાન પરેશાની રાહદારીઑ અને વાહન ચાલકો ને ભોગવવી પડે છે. લોકોએ એવું આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું કે જો આવી જ રીતે માણાવદર પાલિકા તંત્ર કામ કરવા ઇચ્છતી હોય તો ઉચ્ચ અધિકારીઑ અને મંત્રીઓએ અવારનવાર માણાવદર શહેરની મુલાકાત લેવી જોઇએ

જેથી કરી ને માણાવદર ના ઉબડખાબડ રસ્તાઓ તો ચાલવા લાયક બને તૉ ખરાં? માણાવદર ના સિનેમા રોડ થી મિતડી દરવાજા સુધી ના રોડ માં એક જ મહિનામાં બબે વખત ખાડા બુરીને રીપેરીંગ કરીયા હતા એક ના એક રસ્તામાં બબે વખત ખાડા બૂરવાનું કારણ શું? માણાવદર ના લોકો ઇચ્છી રહયા છે કે દર પંદર દિવસે માણાવદર શહેરમાં મંત્રીશ્રીઑ આવે એટલે રસ્તાઓ, સફાઇ, લાઇટો વગેરે ની સુવિધાઑ તો માણાવદર વાસીઓને મળે તૉ ખરાં?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.