Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ક્વીન્સ દ્વારા લાયન્સ ક્વેસ્ટનું આયોજન

વિધાલયમાં માં બે દિવસ લાયન્સ ક્વેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ક્વીન્સ દ્વારા અંકલેશ્વર ની શ્રી ગટ્ટુ વિધાલયમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે બે દિવસ લાયન્સ ક્વેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.  અંકલેશ્વર ની લાયન્સ કલબ ઓફ કવીન્સ અંકલેશ્વર ઘ્વારા શ્રી ગટ્ટુ  વિદ્યાલય માં કિશોરાવસ્થા (Adolescence) જેવા મહત્વ ના મુદ્દા પર શિક્ષકો માટે લાયન્સ કવેસ્ટ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરાવસ્થા એ માણસના જીવનનો વસંત માનવામાં આવે છે. તે ૧૨ થી ૧૯ વર્ષ સુધી ચાલે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિમાં તે બાવીસ વર્ષ સુધીનો હોઈ શકે છે. આ સમયગાળો એ તમામ પ્રકારની માનસિક શક્તિઓના વિકાસ માટેનો સમય પણ છે. લાગણીઓના વિકાસ સાથે, બાળકની કલ્પના વિકસે છે. તેનામાં તમામ પ્રકારની સુંદરતાની રુચિ ઉદભવે છે અને બાળક આ સમયે નવા અને ઉચ્ચ આદર્શો અપનાવે છે. છોકરાના ભવિષ્યમાં શું થાય છે

તેની સંપૂર્ણ રૂપરેખા તેના કિશોરવયના વર્ષોમાં બની જાય છે. જે બાળક પૈસા કમાવવાનું સપનું જુએ છે, તે તેના જીવનમાં પૈસા કમાવવા લે છે. તેવી જ રીતે, કવિતા અને કળા માટે તલસ્પર્શી બાળક, તેમાં મહાનતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને સફળતા મેળવવા માટે તે જીવનમાં સફળતાને માને છે. જે બાળકોને કિશોરોમાં સમાજ સુધારક અને રાજકારણીના સપના હતા, તેઓ આ બાબતોમાં વધુ પ્રગતિ કરે છે.

આવા સુંદર વિષય પર કલબ ઘ્વારા શાળા ના ૮૦ જેટલા શિક્ષકો ને કિશોરાવસ્થા પર તાલીમ નો વર્કશોપ યોજી માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિસ્ટીક ગવર્નર લાયન નિપમકુમાર શેઠ , રીજયન ચેરમેન લાયન પંકજભાઇ પટેલ , ક્વેસ્ટ કો-ઓર્ડીનેટર લાયન દીપકભાઈ પખાલે તથા શાળા ના પ્રિન્સીપાલ અંશુ તિવારી અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ક્વીન્સ ના પ્રમુખ ઉષા પટેલ સાથે લાયન્સ ક્લબ અંકલેશ્વર ક્વીન્સ ની મહિલા સભ્યો ખાસ હજાર રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.