Western Times News

Gujarati News

ભોંયરામાં પાર્કિગની જગ્યાએ ગેરકાયદેસર એકમો ઉભા કરનાર બિલ્ડીંગો મ્યુનિ.કોર્પોરેશનના રડારમાં

સીલ મારી, નોટીસો આપી પાર્કિગની જગ્યા તાત્કાલિક ખુલ્લી કરવા જણાવાયુ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના દરેક વિસ્તારોમાં ઉભા થતાં હાઈરાઈઝ બિલ્ડીંગો, ટાવરોમાં કન્સ્ટ્રકશન પ્લાન મંજુર કરવા મુક્તિ  વખતે વાહનોના પાર્કિગ  માટે જગ્યા રાખવામાં આવતી હોવાનું દર્શાવાય છે. બિલ્ડીંગ તૈયાર થઈગયા બાદ બી.યુ.પરમિશન મેળવવા માટેે પણ પ્લાનમાં જગ્યા બતાવેલી હોય છે. પરંતુ એકવાર બીયુ પરમિશન આવી ગયા બાદ પાર્કિગની  જગ્યા પર અનધિકૃત બાંધકામ બાંધી તેમાંથી આવક ઉભી કરવામાં આવતી હોય છે. જેને કારણે રસ્તાઓ ઉપર વાહનો આડેધડ વાહનો પા‹કગ કરવામાં આવે છે. જે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જે છે. આ અગે અવારનવાર સવાલો ઉભા થતાં હોય છે ત્યારે પ્રશ્ન એ છે કે બિલ્ડીંગ બન્યા બાદ મ્યુનિસિપલ ટીડીઓ વિભાગ કે એસટેટ વિભાગની ટીમો ચેકીંગ કેમ નહીં કરતી હોય?


સી.જી. રોડ તેનો ઉત્કિટ  ઉદાહરણ છે. સી.જી.રોડ પર મોટા મોટા ટાવરો- હાઈરાઈઝ બિલ્ડીંગો આવેલા છે. જેમાં ઓફિસો તથા દુકાનો આવેલી છે. આને કારણે જે લોકો ઓફિસ કે દુકાનોમાં કામ કરતા હોય છે તેઓ તેમના વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા ઉપર જ તેમના વાહનો પાર્ક કરી દેતા હોય છે.

ઉપરાંત ઓફિસોમાં આવનાર મુલાકાતીઓ તથા દુકાનોમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ પાર્કિગ  ન હોવાના કારણે પોતાના વાહનો રસ્તા પર જ આડેધડ મુકી દેતા હોય છે. આડેધડ પાર્ક કરાયેલા વાહનોને સમસ્યા ર્નવી નથી વષો જૂની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન નથી એ સમસ્યાનો ઉકેલ લાવી શકી, નથી જે હાઈરાઈઝ બિલ્ડીંગો કે ટાવરોમાં પાર્કિગની  વ્યવસ્થા નથી અને ગેરકાદયેસર બાંધકામ થયુ છે ત્ેના સામે પગલા લઈ શકી નથી. પરિણામે સમસ્યા વિકરાળ બનતી જાય છે.

ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો જ્યારે સ્ટેન્ડીંગ કમિટિ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉછળ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે પશ્ચિમ ઝોનના અધિકારી ઓને બોલાવી સ્પષ્ટ શબ્દોમાં ઠપકા આપ્યો હોવાનું જાણવા મળે છે. મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ બાદ પશ્ચિમ ઝોનના એસ્ટેટ તથા ટીડીઓ વિભાગે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. અને ગેરકાયદેસર રીતે થયેલ બાંધકામ તથા પાર્કિગ  વ્યવસ્થા ન રાખી હય એવા એકમોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરતા વ્યાપારીઓમાં ભારે ફફડાટ જાવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ એસ્ટેટ વિભાગે કાર્યવાહી ચાલુ રાખી હોવાનું જાણવા મળે છે. અને આ લખાય છે ત્યારે કામગીરી ચાલુ જ છે.

ગઈકાલે ૧ર મકાનોના ૧૮૦ જેટલા અકમો સીલ કર્યા બાદ આજે પણ એ કાર્યવાહી ચાલુ જ રાખતા ૧ર બિલ્ડીંગોના ૪૩ જેટલા એકમો સીલ કર્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગ તથા એસ્ટેટ વિભાગના અધિકારીઓ જાણતા જ હોય છે કે કયા કોમ્પ્લેક્ષમાં ભોંયરામાં પા‹કગના સ્થાને ગેરકાયદેસર બાંધકામ થયા હોય છે તેની નોંધ પણ હોય છે. તેમ છતાં ચુપકીદી રાખી અને આમ એકાએક પગલાં લેવાતા દુકાનદારો તથા ઓફિસના માલિકોમાં ફફડાટ સાથે રોષ જાવા મળી રહ્યો છે.

એસ્ટેટ વિભાગ બિલ્ડીંગના એકમોને સીલ કર્યા બાદ, ગેરકાયદયેસર બાંધકામ તોડી નાંખી. પા‹કગની જગ્યા તાત્કાલિક કરવા નોટીસો પણ આપી હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.