આચારસંહિતાનો ભંગ કરવા બદલ પ્રતિકા રાવલને પેનલ્ટી

દુબઈ, ભારત અને ઇંગ્લેન્ડ વિમેન્સ વચ્ચે પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ રમાયા બાદ ભારતની ઓપનર બેટર પ્રતિકા રાવલ અને ઇંગ્લેન્ડની આખી ટીમ પર આઇસીસીની આચારસંહિતાનો ભંગ કરવા બલ પેનલ્ટી લાદવામાં આવી હતી. ત્રણ વન-ડે મેચની સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતનો વિજય થયો હતો. આ મેચ બાદ આઇસીસી રેફરીએ આ પેનલ્ટીની જાહેરાત કરી હતી.
પ્રતિકા રાવલ સામે બે અલગ અલગ બનાવ માટે તેની મેચ ફીની દસ ટકા રકમ તથા એક ડીમેરિટ પોઇન્ટની પેનલ્ટી લાદવામાં આવી હતી.ભારતની ૧૮મી ઓવર દરમિયાન રાવલે ઇંગ્લેન્ડની બોલર લૌરેન ફિલર અને ત્યાર બાદની ઓવરમાં સોફી એકલેસ્ટોન સાથે બિનજરૂરી શારીરિક અથડામણ કરી હતી. આમ તેની નોંધ લઈને મેચ રેફરીએ તેની સામે દંડ ફટકારવાની જાહેરાત કરી હતી.
આઇસીસીએ જણાવ્યું હતું કે ભારતીય ઓપનરને ટૂંકા ગાળામાં જ બે અલગ અલગ બનાવ માટે દોષિત ઠેરવવામાં આવી હતી ૧૮મી ઓવરમાં રાવલે બોલર ફિલર સાથે સંઘર્ષ કર્યાે હતો તે વખતે તે રન દોડી રહી હતી.
ત્યાર પછીની જ ઓવરમાં રાવલે આ જ રીતે એકેલસ્ટોન સાથે પણ શારીરિક ઘર્ષણ કર્યું હતું. આમ તે બે વાર દોષિત ઠરી હતી. તેમ આઇસીસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.છેલ્લા ૨૪ મહિનામાં રાવલનો આ પ્રથમ ગુનો હતો તે ધ્યાનમાં રાખીને તેને એક ડીમેરિટ પોઇન્ટની સજા કરાઈ હતી. ભવિષ્યમાં તે આ બાબતનું પુનરાવર્તન કરશે તો તેને મેચમાંથી સસ્પેન્ડ કરવાની સજા થઈશકે છે.
ભારતીય ટીમે વર્તમાન પ્રવાસમાં અગાઉ ટી૨૦ સિરીઝ ૩-૨થી જીતી હતી અને હાલમાં તે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ૧-૦ની સરસાઈ પર છે.
બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ ભારતની બેટિંગ દરમિયાન ઓવરરેટ જાળવવામાં નિષ્ફળ રહી હતી જેને ટીમના તમામ ખેલાડીઓની મેચ ફીના પાંચટકા રકમ કાપી લેવામાં આવી હતી.આ બંને મામલામાં પ્રતિકા રાવલ અને ઇંગ્લેન્ડની ટીમની કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે પોતાની ભૂલ કબૂલી લેતાં આઇસીસી હવે આ અંગે કોઈ સુનાવણી હાથ ધરશે નહીં.SS1MS