નોરા ફતેહી ‘સ્નેક’ પછી હવે રેવાન્નીના ‘તેતેમા’માં દેખાશે

મુંબઈ, નોરા ફતેહી ડાન્સિંગ સ્ટારમાંથી હવે ગ્લોબલ સિંગિંગ સ્ટાર બની રહી છે, તેણે જેસન ડેરુલો સાથે ‘સ્નેક’ સોંગમાં કામ કર્યું હતું. જેના અત્યાર સુધીમાં ૧૩૦ મિલિયન વ્યુઝ થઈ ગયા છે અને હજુ તે વધુ જ રહ્યા છે. હવે તે વધુ એક ગ્લોબલ પ્રોજેક્ટમાં કામ કરવા જઈ રહી છે.
તે તાનઝાનિયન સુપર સ્ટાર રેવાન્ની સાથે ‘તેતેમા’માં કામ કરશે. આ એક આફ્રિકન બોંગો એમ્થમ ગણાતાં ગીતનું રીક્રિએશન છે, જેને રેવાન્ની અને ડાયમંડ પ્લેટનમ્ઝ દ્વારા જાણીતું કરાયું હતું.
હવે આ સોંગમાં ટિ્વસ્ટ આવ્યો છે, નોરા ફતેહી આ ગીતમાં માત્ર કોઈ ડાન્સ નંબરની જેમ મોડેલ તરીકે નહીં આવે પણ તેણે આ ગીતને પોતાનો અવાજ પણ આપ્યો છે. તે આ ગીતથી ગ્લોબલ સ્ટેજ પર એક સિંગર તરીકે પાછી ફરી રહી છે.
આ ગીત ‘ઓહ મામા તેતેમા’ ૭ ઓગસ્ટે રિલીઝ થવાનું છે, તેની સાથે સંકળાયેલાં એક સુત્રના જણાવ્યા અનુસાર પ્રોડક્શન ટીમે જણાવ્યું છે કે તેઓ આ નવા ગીતને ‘ઓહ મામા તેતેમા’ નામ આપશે, જેમાં એળો બોંગો તાલનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં નોરાની અલગ એનર્જી, ગ્લેમર અને પર્ફાેર્મન્સ જોવા મળશે.
સૌથી મહત્વની વાત એ છે કે આ ગીતમાં નોરાએ ઇંગ્લિશ, હિન્દી અને સ્વાહિલી ભાષામાં અવાજ અપાયો છે, જેથી તે ગીતની કલ્ચરલ રીચ સાથે પોતાની ગ્લોબલ ઇમેજ પણ વધારી શકશે.
એક સુત્રના જણાવ્યા અનુસાર, “આ ગીતથી નોરા પોતાની ગ્લોબલ મ્યુઝિકની સફરમાં એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તરીકે ઉફરી આવશે.”આ પહેલાં નોરા અને રેવાન્ની ૨૦૧૯માં પેપેટા ગીત કરી ચુક્યા છે, જે વાયરલ અને સુપરહિટ રહ્યું હતું. હવે તેતેમા તેનાથી પણ વધુ સફળ થાય એવી અપેક્ષા છે, જે મ્યુઝિક સાથે ડાન્સમાં પણ લોકોને મજા કરાવશે.
આ ગીત માટે નોરા ફેશન લૂક પણ ક્યુરેટ કરી રહી છે. તેતેમા મોડર્ન એળો પોપ કલ્ચરને વધુ સ્ટાઇલિશ રીતે બતાવશે. આ ગીતને ભારતમાં ટી-સિરીઝ પ્રોડ્યુસ કરે છે અને તેને એક મોટું કલ્ચરલ કોલબરેશન ગણવામાં આવશે.SS1MS