અજય-કાજોલની દીકરી ન્યાસા બિઝનેસ એડમિનમાં ગ્રેજ્યુએટ થઇ

મુંબઈ, બોલીવૂડ કલાકારો અને તેમના સંતાનો ભાગ્યે જ ઉચ્ચ અભ્યાસમાં રસ લેતાં હોય છે પરંતુ કાજોલ અને અજય દેવગણની દીકરી નીસાએ સ્વિર્ત્ઝલેન્ડની એક શૈક્ષણિક સંસ્થામાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટીની ડિગ્રી મેળવી લીધી છે. દીકરીની ગ્રેજ્યુએશન સેરિમનીમાં ભાગ લેવા માટે અજય અને કાજોલ પુત્ર યુગ સાથે ત્યાં પહોંચ્યાં હતાં.
નીસાઅને કાજોલ બંનેની સાડીમાં સજજ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.કાજોલ અને અજયે દીકરીની શૈક્ષણિક સિદ્ધિ પર હરખ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કાજોલ અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે નીસાને બોલીવૂડમાં ઝંપલાવવામાં કોઈ રસ નથી. મુંબઈની પાર્ટીઓમાં નીસાના હાજરી હોય છે અને પાપારાઝી તેના વિડીયો ઉતારવા માટે પડાપડી પણ કરતા હોય છે. જોકે, નીસા તેમની સાથે ખાસ સંવાદ કરતી નથી. નીસા ગત એપ્રિલમાં ૨૨ વર્ષની થઈ ચૂકી છે.SS1MS