‘હું કોઈનો ફોન ક્યારેય પણ ચેક નથી કરતી’: કેટરીના કૈફ

મુંબઈ, બોલિવૂડની એક્ટ્રેસ કેટરિના કૈફ તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. લગ્નના ૩ વર્ષ પછી પણ તે વિક્કી કૌશલ સાથે રોમેન્ટિક લાઈફનો આનંદ માણી રહી છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, પણ સૌથી વધારે તે એકબીજાને સમજે છે, સ્પેસ આપે છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ તેના લગ્ન જીવન બાબતે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, સંબંધને સફળ બનાવવા માટે એકબીજાને સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છે.
દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત જગ્યા અને ઓળખ હોય છે, જેનો આદર કરવો જોઈએ.કેટરિનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું બીજાનો ફોન ક્યારે પણ નથી અડતી, જો ક્યારેક ફોનને લઉ પણ છું, તો માત્ર તસવીરો ખેંચવા કે સેલ્ફી લેવા.
હું પછી તેમાં સ્ક્રોલ કે કોઈની ચેટને પણ જોતી નથી. મારુ માનવું છે કે દરેકની પર્સનલ સ્પેસને સન્માન આપવું જોઈએ. જો આવું ન થાય તો સંબંધોમાં દરાર આવી શકે છે.’આપણે ત્યારે જ વિશ્વસનીય જીવનસાથી બની શકીએ છીએ જ્યારે આપણે બીજા વ્યક્તિને તેની ઓળખ અને જગ્યા આપીએ છીએ. આપણે સમજવું જોઈએ કે બીજી વ્યક્તિના વિચારો અને લાગણીઓ પણ અલગ હોય છે.
જો આપણે તેની સીમાનો આદર કરીશું, તો જ તે આપણા પર વિશ્વાસ કરી શકશે.ઘણીવાર એવું લાગે છે કે પાર્ટનર અમુક સમય માટે એકલો રહેવા માગે છે અથવા તે કોઈ વાત શેર નથી કરતો, તો એવુ લાગે છે કે તે કદાચ સંબંધથી ખુશ નથી. પણ એવું નથી. ગુપ્તતા અને અંતર બે અલગ અલગ બાબતો છે.
ગુપ્તતાનો અર્થ આત્મસન્માન અને માનસિક જગ્યા છે, જે કોઈપણ સ્વસ્થ સંબંધ માટે જરૂરી છે. સંબંધો મજબૂત બનાવવા માટે, ખુલીને વાત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમને કોઈ વાતમાં કોઈ શંકા કે સમસ્યા હોય, તો તેને છુપાવવાને બદલે તેને શેર કરો. તેનાથી સંબંધોમાં પારદર્શિતા જળવાઈ રહે છે અને કોઈ ગેરસમજ થતી નથી.
જો પત્નીને પતિના વર્તન અથવા વફાદારી અંગે શંકા હોય, તો તે તેનો ફોન ચેક કરી શકે છે, પરંતુ કાયદેસર રીતે આ એકદમ યોગ્ય છે કે નહીં તે સ્પષ્ટ નથી. ભારતમાં કોઈની પરવાનગી વિના તેની ગોપનીયતામાં હસ્તક્ષેપ કરવો “સ્ટોકિંગ” અથવા ગોપનીયતાનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે, ભલે પછી તે પતિ-પત્ની જ કેમ ન હોય.SS1MS