બોમ્બે હાઈકોર્ટમાં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

નવી દિલ્હી, બોમ્બે હાઈકોર્ટમાં જજીસની નિમણૂક માટેની સુપ્રીમ કોર્ટની કોલેજિયમની તાજેતરની ભલામણમાં ૧૪ નામોનો સમાવેશ કરાયો છે. જેમાં રાજ દામોદર વાકોડેના નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
રાજ વાકોડે એ સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ આર. ગવઈનો ભત્રીજો છે. જોકે સુપ્રીમ કોર્ટમાં આવા નામોની ભલામણો પહેલી વાર થઈ હોય તેવું નથી. અગાઉ પણ આવા ઉદાહરણો જોવા મળ્યાં છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧૫ મે, ૨૦૨૫ સુધીમાં જજ તરીકે ભલામણ કરાયેલાં ૨૭૯ પૈકીના ૩૨ જજ પારિવારિક સંબંધોથી જોડાયેલાં હોવાનું એક વિશ્લેષણમાં જણાવાયું છે.
કાકા- ભત્રીજા બંને જજ હોય તેવું એક જાણીતું ઉદાહરણ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને તેમના ભત્રીજા એચ.આર. ખન્નાનું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, સીજેઆઈ ગવઈએ કોલેજીયમની નામ ભલામણ કરવાની પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારે તેમની અરજીમાં તથા હાઈકોર્ટની દરખાસ્તમાં પણ સીજેઆઈ ગવઈ સાથેના તેમના સંબંધોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યાે હતો.
આ મામલે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ અભય એસ. ઓકાએ જણાવ્યું હતું કે, કોલેજીયમનો કોઈ સભ્ય કોઈ ઉમેદવાર સાથે સંબંધ ધરાવતો હોવાના એક માત્ર કારણસર તંત્ર કોઈ સક્ષમ ઉમેદવારને તેના અધિકારથી વંચિત ના રાખી શકે.SS1MS