Western Times News

Gujarati News

‘સન્ની સંસ્કારી…’માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

મુંબઈ, ધર્મા પ્રોડક્શન્સે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના પોસ્ટરનાં રિલીઝ સાથે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે.

આ પોસ્ટર, એક મોશન પિક્ચર ડિઝાઇન છે, જેમાં ફક્ત મુખ્ય પાત્રો જ નહીં પરંતુ રોહિત સરાફ અને સાન્યા મલ્હાત્રાને પહેલા ક્યારેય ન જોયેલા અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, જે ફિલ્મમાં સંબંધોના ગૂંચવાડા તરફ સંકેત આપે છે.

આ પોસ્ટરે ટિ્‌વસ્ટેડ લવસ્ટોરીને સમજવા માટે ઉત્સુક ફૅન્સમાં ચર્ચાઓ જગાવી છે. બ્રાઇટ ગોલ્ડન સાડીમાં જોવા મળતી જાહ્નવી કપૂર અને સુંદર કાળા જેકેટમાં વરુણ ધવન ળેમમાં છવાઈ ગયા છે. સાથે જ રોહિત અને સાન્યાની ઝલકે પણ ઉત્સુકતા જગાવી છે, જે એક લવ ક્વોડ્રેંગલ સૂચવે છે જે વાર્તામાં નવી તાજગી શકે છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટર પોસ્ટ કરતાં, ધર્મા પ્રોડક્શન્સે તેને કેપ્શન આપ્યું, “આ સિઝનના સૌથી હોટ (પ્લસ) ડ્રામા, અફરાતફરી અને બદલો લેવા માટે આ ફિલ્મ આવી રહી છે!” બીજી પોસ્ટમાં લખ્યું, “મંડપ સજેગા, મહેફિલ જમેગીપ પર સની ઔર તુલસી કી એન્ટ્રી, સારી સ્ક્રિપ્ટ બદલ દેગી!”વરુણ ધવને સેટ પરથી પડદા પાછળનો ફોટો શેર કર્યાે જેમાં પ્રોડ્યુસર કરણ જોહર સાથે ચારેય કલાકારો હતા.

ચાહકોનું ધ્યાન કલાકારો દ્વારા પહેરવામાં આવેલી વિચિત્ર ટી-શર્ટ પર ખેંચાયું, દરેકમાં એક લાઇન તેમના પાત્રના રોમેન્ટિક વલણને દર્શાવે છે. વરુણના ટી-શર્ટ પર લખ્યું હતું, “સની બન્ટુને પ્રેમ કરે છે, બન્ટુ જોઈએ છે,” જ્યારે જાહ્નવીના ટીશર્ટ પર લખ્યું હતું, “તુલસી. સનીને પ્રેમ કરે છે, વિક્રમ જોઇએ છે.”

સાન્યાના ટીશર્ટ પર લખ્યું હતું, “અનન્યા. સનીને પ્રેમ કરે છે, વિક્રમ જોઈએ છે,” અને રોહિતના ટીશર્ટ પર લખ્યું હતું, “વિક્રમ. તુલસીને પ્રેમ કરે છે, અનન્યા જોઈએ છે.”આ મજાના સંકેતોએ ચાહકોને મૂંઝવણ અને રસ બંનેમાં મૂકી દીધા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર કોણ કોની સાથે જશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ ટી-શટ્‌ર્સનું એક ટિ્‌વસ્ટેડ રોમેન્ટિક સ્ટોરીના સંકેતો તરીકે અર્થઘટન કરવામાં આવ્યું છે. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં ૨૦૨૩ની હિટ ફિલ્મ ‘બાવાલ’ પછી વરુણ ધવન અને જાહ્નવી કપૂર ફરી એક સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે, જે ગાંધી જયંતિ અને દશેરા સાથે રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.