Western Times News

Gujarati News

બિલ્ડરોના લાભાર્થે ઝૂંપડપટ્ટી- ચાલીઓને રીડેવલપ કરાશે

File Photo

કીમતી જમીનો પરથી કબજા હટશે અને જરૂરિયાતમંદોને મકાન મળશેઃ બિલ્ડરો- ડેવલપર્સને ત્રણથી સાડા ત્રણ એફએસઆઈનો લાભ મળશે

ગાંધીનગર : રાજય સરકારે સ્લમ રી ડેવલોપમેન્ટના નામે ફરી એક વખત બિલ્ડરોને ફાયદો થાય તે દિશામાં સક્રિય વિચારણા શરૂ કરી છે રાજયની આઠ મહાનગરપાલિકાઓ કિમતી જમીન બિલ્ડરોને પધરાવી દેવા માટે ઝુંપડપટ્ટી અને ચાલીઓમાં વસવાટ કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહયા છે. અમદાવાદ શહેરમાં પણ આ રીતે ઘણા સમયથી બિલ્ડરોને જમીનો આપી માલામાલ કરવામાં આવ્યા છે જેની સામે સ્થાનિક વસવાટ કરતા લોકોએ વ્યાપક વિરોધ વ્યકત કર્યો છે.

કઈ કઈ જમીનો ખાલી થઈ શકે 

હાલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મહાનગરોમાં ખાનગી જમીનો પર ઝૂંપડપટ્ટીઓ વસી ગઈ છે. આ જમીનોનો કબજા ખાલી ન થતો હોય તેવા કિસ્સામાં જમીનમાલિકોને આ લાભ મળશે. આ ઉપરાંત અમદાવાદમાં જે-તે સમયે ચાલતી મિલોના મજૂરો માટે બનાવાયેલી ૭૦૦ જેટલી ચાલીઓ પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે.

વાડજ રામાપીર ટેકરા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે નિયમ મુજબ ૭પ ટકા લોકોની મંજુરી ન હોવા છતાં પણ બિલ્ડરોને લાભ થાય તે માટે રિડેવલોપમેન્ટની મંજુરી આપવામાં આવે છે. અમદાવાદ સહિતના મહાનગરોની ખાનગી જમીનો પરની ઝૂંપડપટ્ટી અને ચાલીઓને દૂર કરવા રાજય સરકાર ટૂંક સમયમાં નવી નીતિ જાહેર કરશે. આ નીતિને કારણે સરકાર કીમતી જમીનો પરનો કબજા છોડાવશે. આ સાથે જરૂરિયાતમંદ પરિવારોને અદ્યતન સુવિધાવાળા રહેઠાણ મળશે. જાકે આ નીતિથી બિલ્ડરોના હાથમાં કીંમતી જમીનને રીડેવલપ કરવાની તક મળશે.

આ માટે બિલ્ડરો અને ડેવલપર્સને ત્રણથી સાડા ત્રણ એફએસઆઈ (ફલોર સ્પેસ ઈન્ડેક્સ)નો લાભ આપવાનું સરકાર વિચારી રહી છે. રીડેવલપ થયા બાદ બાકીની ખુલ્લી થતી જમીનો તેના મૂળભૂત કબજેદાર પોતાની મરજી મુજબ કરી શકે છે. આગામી વિધાનસભા સત્રમાં આ નીતિની જાહેરાત કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આ નીતિમાં રહેણાંકના દબાણ ધરાવતાં પરિવારોની સંમતિ લેવાની રહેશે, પરંતુ માત્ર પ૦ કે ૬૦ ટકા પરિવારો સંમતિ આપે તો પણ સમગ્ર જમીન રીડેવલપમેન્ટ માટે જશે. આ ઉપરાંત જા રહેવાસીઓની મંજૂરી હોય તો તેમના માટેના નવાં મકાનો મૂળભૂત સ્થાનેથી અલગ જગ્યાએ વિકસાવી શકાશે. જા જમીન માલિક પોતે જ રીડેવલપ કરવા ન માગે તો તે ખાનગી ડેવલપર્સને પોતાની પસંદગી પ્રમાણે આ માટે નિયુક્ત કરી શકે છે.

આ માટે રીડેવલપ થનારા મકાનોને પીએમ આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે અને તે માટેના લાભો પણ હાલ આ જમીનો પર રહેણાંક ધરાવતાં કુટુંબોને આપવાના રહેશે. હાલ આ ઝૂંપડપટ્ટીઓ કે ચાલીઓમાં રહેનારા લોકોને તૈયાર થનારા મકાન પર પંદર વર્ષ સુધી લીઝ હોલ્ડના હક્ક મળશે અને ત્યારબાદ મકાનની માલિકી પ્રાપ્ત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.