ટ્રમ્પે ૪.૫ અબજ ડૉલરની વિદેશ ફન્ડિંગ અટકાવી

વાશિગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસ દ્વારા અધિકૃત ૪.૯ બિલિયન ડૉલરની ફારેન એડ (વિદેશથી મળતી ફંડિંગ)ને એકતરફી રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ પગલું અમેરિકન રાજકારણમાં આ ચર્ચા વધુ ઘેરી બની છે. ટ્રમ્પના આ નિર્ણયને ખુદ તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ વિરોધ કર્યાે અને તેને ગેરકાયદે ગણાવ્યો છે.ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે મોડી રાત્રે સ્પીકર માઇક જાનસને એક પત્ર લખીને જાણ કરી હતી કે, તેમણે ૧૫ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે ફંડિંગ રોકી રહ્યા છે.
જેમાં ફારેન એડ, સંયુક્ત રાષ્ટ્રની શાંતિ રક્ષા કામગીરી અને લોકશાહીને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.અમેરિકન બંધારણ મુજબ, સરકારના ખર્ચને નિયંત્રણ કરવાનો અધિકાર કોંગ્રેસ પાસે છે.
વ્હાઇટ હાઉસે કોઈપણ રકમને રોકવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડે છે. જુલાઈમાં કોંગ્રેસે ૯ બિલિયન ડૉલરની ફારેન એડ અને પબ્લિક મીડિયા ફંડિંગને રદ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ, આ વખતે ટ્રમ્પે પાકેટ રિસેશન નામની જોગવાઈનો ઉપયોગ કર્યાે છે, જે કોંગ્રેસને સંપૂર્ણ રીતે બાયપાસ કરે છે.
વ્હાઇટ હાઉસના બજેટ ડિરેક્ટર રસેલ વાટે દાવો કર્યાે હતો કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૪૫ દિવસ માટે ફંડ રોકી શકે છે. આ સમયગાળા પછી, નાણાંકીય વર્ષ ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ ટેન્કિકનો ઉપયોગ છેલ્લે ૧૯૭૭માં કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, આ પગલાથી તેમના બજેટ અને લિક્વિડિને અસર થશે.
જો કે, તેઓ અમેરિકન અધિકારીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.૪૨૫ બિલિયન ડૉલરથી વધુ ફંડિંગ રોકવાનો આરોપડેમોક્રેટ્સનો આરોપ છે કે, વહીવટીતંત્રે ૪૨૫ બિલિયનથી વધુની ફંડિંગ રોકી દેવી જોઈએ. વળી, મોટાભાગના રિપબ્લિકન સાંસદ કોઈપણ પ્રકારના ખર્ચમાં ઘટાડાને સમર્થન કરી રહ્યા છે, ભલે તેનાથી કોંગ્રેસની શક્તિ કમજોર કેમ ન હોય.
વળી, રિપબ્લિકન સેનેટર સુસાન કાલિન્સ, જે સેનેટ અપ્રાપ્રિએશંસ કમિટીના અધ્યક્ષ છે, તેમણે આ પગલાને ગેરકાયદે જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ખર્ચને ઘટાડવા માટેનો સાચો રસ્તો દ્વિપક્ષીય એપ્રોપ્રિએશન્સ પ્રક્રિયા છે, ન કે કાયદાને સાઇડલાઇન કરી દેવું.
સેનેટ ડેમોક્રેટિક નેતા ચક શૂમરે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સપ્ટેમ્બરના અંતમાં સરકારને બંધ કરવા માંગે છે કારણ કે, તેઓ કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કોઈપણ ખર્ચ કાયદાને અવગણવા તૈયાર હોય તેવું લાગે છે.SS1MS