મણિનગરમાં મહિલાએ પુત્રી અને જમાઈ સાથે મળી પ્રેમીને ફટકાર્યો

અમદાવાદ, મણિનગરમાં પ્રેમિકાએ તેની પુત્રી, જમાઇ સાથે મળીને પ્રેમીને ફટકાર્યાે હતો અને તેની પત્નીને પણ માર માર્યાે હતો. ત્રણ મહિના પહેલા પત્નીને જાણ થતા પતિની પ્રેમિકાને સમજાવી છતાં પીછો છોડતી ન હતી અને હેરાન કરતી હતી.
આ અંગે મહિલાએ પતિની પ્રેમિકા, તેની પુત્રી અને જમાઇ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ખોખરામાં ૩૩ વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમનો પતિ મણિનગર બસ સ્ટેન્ડ પાસે ફ્›ટની લારી ધરાવી ધંધો કરે છે.
મહિલાના પતિને છેલ્લા ત્રણ વર્ષથી વટવામાં રહેતા મહિલા સાથે પ્રેમસંબંધ છે. જેની જાણ પત્નીને ત્રણ મહિના પહેલા થઇ હતી. જે બાદ પત્નીએ પતિની પ્રેમિકાને અવારનવાર સમજાવવા છતાં પીછો છોડતી ન હતી અને ફોન કરીને હેરાન કરતી હતી.
ગત ૨૮ ઓગસ્ટે સાંજના સમયે મહિલા પતિની લારી પર ગઇ હતી ત્યાં પતિની પ્રેમિકા, તેની પુત્રી અને જમાઇ હાજર હતા. જેથી મહિલાએ ત્રણેયને તમે અહીં કેમ આવ્યા છો પૂછતા ઝઘડો થયો હતો. બાદમાં પ્રેમિકાએ મહિલાને તારાથી થાય તે કરી લે, તારા પતિને છોડવાની નથી અને તું વચ્ચે પડીશ તો હાથ પગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી.
આટલું જ નહીં ત્રણેયે મહિલાને માર મારવા જતા પતિ વચ્ચે પડીને છોડાવવા જતા તેને પણ માર માર્યાે હતો. તેમજ પ્રેમિકાના જમાઈએ ચપ્પુ બતાવ્યું હતું. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને છોડાવ્યા હતા. આ અંગે મહિલાએ ત્રણેય સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS