ખેડા જિલ્લામાં 76મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ‘ઝીરો વેસ્ટ’ થીમ સાથે ઉજવાયો

ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે શનિવારે 76મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી ‘ઝીરો વેસ્ટ’ની થીમ સાથે યોજાઈ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ અવસરે વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલી વન અને પર્યાવરણ વિભાગની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. આ વેબસાઈટ રાજ્યના વેટલેન્ડ્સ અંગેનું જ્ઞાન, સંશોધન અને સંરક્ષણ એક જ પ્લેટફોર્મ પર લાવશે.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતન માટે શ્રેષ્ઠ કાર્ય કરનારી વિવિધ તાલુકા તથા ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર નાગરિકોને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.