બોટાદ કેનાલ પાસે દારૂ ભરેલી આઈસરમાંથી ૫૪૨ પેટીમાં ૧૪૯૦૪ વિદેશી દારૂની બોટલો પકડાઈ

પ્રતિકાત્મક
બોટાદ, બોટાદમાં ચોરી, લૂંટ અને હેરાફેરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ફરી એક વખત બોટાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ગઢડા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો.
બાતમીના આધારે ગઢડા પોલીસે રાત્રીના બોટાદ રોડપર કેનાલ પાસે દારૂ ભરેલ આઈસર ટ્રક ઝડપી. જેમાંથી ૫૪૨ પેટીમાં ૧૪૯૦૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી. પોલીસે કુલ ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા. દારૂ ક્્યાંથી આવતો હતો અને કયા લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી.
ગઢડા પોલીસને દારૂની હેરાફેરીને લઈને બાતમી મળી હતી. જેના બાદ બાતમીના આધારે પોલીસે બોટાદના મુખ્ય રસ્તાઓ અને શંકાસ્પદ સ્થાનો પર વોચ ગોઠવી હતી. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આઈસર ટ્રકની ગતિ શંકાસ્પદ લાગતા તેને અટકાવ્યો. ત્યારે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ ત્યાં જ ટ્રક મુકી ફરાર થઈ ગયો. પોલીસે આઈસરની ટ્રકની તપાસ કરતાં તેમાં પાછળના ભાગ પર જનરેટર જેવું મશીન હતું.
અને જ્યારે આ જનરેટર મશીનની તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ઉઠી. આ ટ્રકની અંદરથી નાનીમોટી કુલ ૧૪૯૦૪ જેટલી દારૂની મળી આવી. ૧૪૯૦૪ બોટલ દારૂની કિમત ૮૦.૩૭ લાખ, ૨૦ લાખનું આઈસર ટ્રક મળી કુલ રૂ. ૧ કરોડ ૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
ઉલ્લેખનીય છે કે બોટાદમાંથી ૨૪ કલાકની અંદર વધુ એક દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. અગાઉ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપાયા હતા. હોમગાર્ડના ટાટા સુમો (રજી. નંબર ય્ત્ન-૦૧-ય્છ-૦૨૨૪) વાહનમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આબુથી બોટાદ લાવવામાં આવી રહ્યો હોવાની ન્ઝ્રમ્ને બાતમી મળી હતી. જેના બાદ ન્ઝ્રમ્ ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટની સરકારી ગાડી ટાટા સુમોને અટકાવી હતી અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ૨૫ બોટલ અને બિયરના ૭૬ ટીન જપ્ત કર્યો છે.