બોપલની સરસ્વતિ હોસ્પિટલ પાર્કિંગની દિવાલ ધરાશાયી, ત્રણ કારને નુકસાન

અમદાવાદ : રવિવારે ભારે વરસાદને કારણે બોપલ વકીલ બ્રીજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગ લોટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. હોસ્પિટલની બાજુમાં જ બાંધકામ સાઇટ હોવાને કારણે દિવાલ સીધી ત્યાં ધરાશાયી થઈ.
આ ઘટનામાં પાર્કિંગમાં ઉભી રાખેલી ત્રણ કારને ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.